આ વર્ષે આપના આગમને અમને આનંદ આપ્યો, હે દુંદાળા દેવ આવતા વર્ષે આપ અમારા પ્રેમને સ્વીકારવા જલદીથી પધારશો

લોકોનાં લાડીલા, પ્યારા દેવ ગણેશજીની મૂર્તિ, ભાદરવા સુદ, ચોથનાં સ્થાપના થાય છે, પણ એ પછી દસ દિવસ બાદ વિઘ્નહર્તાને વિદાય આપવાના દિન અનંત ચતુર્દશી નક્કી જ હોય છે. હવે તો ગુજરાતનાં મોટા શહેરો- ગામોમાં ગણેશોત્સવ રંગેચંગે ધામધૂમથી ઉજવાય છે. એ પછી અનંત ચૌદશનાં ગજાજનને ભાવભરી વિદાય નદીનાં જળમાં આપવામાં આવે છે. જ્યાં સર્જન છે, ત્યાં વિસર્જન છે. આગમન છે, ત્યાં વિદાય પણ છે. સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન. જ્યાં જન્મ છે, તો તેનો અંત પણ નિશ્ચિત છે. પરમાત્માએ આ ધરતી પર જે કંઈ નિર્માણ કર્યું છે, તેમની પાછળ હંમેશાં એક તેમનો અદ્ભૂત સંકેત છે. સર્જન બાદનાં વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે.

મુંબઈનાં ગિરગાંવ ચોપાટીનાં સ્થળેથી નાવ- તરાપા પર ત્યાંની દરેક મૂર્તિને મધદરિયે લઈ જઈ રાજાનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિની નાની- મોટી સ્થાપના પ્રમાણે જેમનાં વિસર્જન દિન નક્કી થાય છે. જેમકે ચાર દિવસની સ્થાપના કરી હોય તો પાંચમા દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મુંબઈમાં એવાય વિઘ્નેશ્વર છે, જે અનંત ચતુર્દશી પછી પૂર્ણિમાનાં દિને વિસર્જન માટે નીકળે છે, તો અમુક જગ્યાએ સંક્ટ ચતુર્થી કે એકવીસમાં દિવસે વિસર્જન થાય છે.

દુંદાળાદેવ શ્રી ગણેશજીનું વિસર્જન કરી, તેમને વિદાય આપવાનું આપણને ગમતું નથી. એટલે જ જ્યારે શહેરનાં માર્ગો પર વિસર્જન કરવા ભાવિક ભક્તો નીકળે છે. ત્યારે સૌની આંખો ભીની થઈ જાય છે. વાતાવરણ ભારે બને છે. એ વખતે લોકો આ અનોખા મહાદેવપુત્ર પાસે જતાં જતાં એક વચન જરૂર લઈ છે, જે પ્રમાણે આ વર્ષે આપના આગમને અમને આનંદ આપ્યો તો હે – દુંદાળા દેવ આવતા વર્ષે પણ આપ અમારા પ્રેમને સ્વીકારવા જલદીથી પધારશો. ‘ગણપતિ વિસર્જન વખતે લોકો નાચતા- કુદતા ગાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer