નવા ઘરમાં પ્રવેશતા પહેલા ઘર માં ગૃહ પ્રવેશની પૂજા જરૂર કરવામાં આવે છે અને આ પૂજા કર્યા પછી જ ઘરમાં રહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ઘરની પૂજા કર્યા પછી જ ઘરમાં રહેવું જોઈએ. કારણ કે આ પૂજાથી ઘરનું વાસ્તુ બરાબર રહે છે અને ઘરમાં રહેતા લોકોનું જીવન ખુશીથી ભરાય જાય છે.
ઘર પ્રવેશની પૂજા કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને આ પૂજા દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર પંચસુલક અને સ્વસ્તિક પણ જરૂર બનાવવામાં આવે છે, અને તેની સાથે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ઘર ના મુખ્ય દ્વાર પર રખાઇ છે. આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ક્યારેય ધન ની કમી સર્જાતી નથી.
હિન્દુ ધર્મમાં, પંચસુલક અને સ્વસ્તિકને અત્યંત શુભ માનવામાં આવે છે અને તેમના વિના ઘર પ્રવેશની પૂજા અધૂરી માનવામાં આવે છે. બહુ ઓછા લોકો ને પંચસુલક અને સ્વસ્તિક શું હોય છે, તેની જાણકારી હોય છે.
ખરેખર આ બંને ચીજો મંગળ હોય છે અને આ બંને ચીજો ને ઘરના મુખ્ય દરવાજા પર બનાવવા થી ઘરમાં બરકત બની રહે છે. ખરાબ શક્તિઓ ઘરથી દૂર રહે છે. પંચસુલકને ખુલ્લી હથેળીની છાપ કહેવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યારે પણ ઘર પ્રવેશ, જન્મ સમારોહ, તીજ-તહેવાર અને લગ્ન જેવા કાર્યો કરવામાં આવે છે તો સૌથી પહેલાં પંચસુલક બનાવવામાં આવે છે. તે જ સમયે જ્યારે નવી કન્યા ઘરમાં પ્રવેશ કરે છે, ઘરના મુખ્ય દરવાજા પર તેની છાપ લાગવાથી ઘરના લોકો ના ભાગ્ય ચમકે છે. તે રીતે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર નિશાન સ્વસ્તિક ચિહ્ન બનાવવામાં આવે છે.
આ નિશાની બનાવવાથી ઘરમાં લક્ષ્મીની કોઈ તંગી નથી આવતી અને માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. પંચસુલક ને હળદર અથવા કુમકુમમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે એક મોટા વાસણમાં હળદર અથવા કુમકુમ નું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે.
આ પછી આ મિશ્રણ હાથમાં મૂકવામાં આવે છે અને હાથ પર તે સારી રીતે લાગી જાય છે. અને પછી આ હાથ દિવાલ પર છાપવામાં આવે છે. તમે તેને તમારા ઘરના મુખ્ય દરવાજા અને મંદિરની દિવાલ પર પણ છાપી શકો છો. સ્વસ્તિક બનાવવા માટે તમે હળદર અને કુંમકુમનો ઉપયોગ કરી શકો છો.
આ વસ્તુઓ ને મિક્ષ કરી ને એક પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટ ની મદદથી ઘર ના મુખ્ય દરવાજા અને મંદિરની દિવાલ પર સ્વસ્તિક નું ચિન્હ બનાવી લેવું.. તમે સ્વસ્તિક ની નિશાની લક્ષ્મી પૂજા કરતી વખતે પણ ચોક્કસપણે બનાવી શકો છો. ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મી માતાના પદચિહ્નનું પ્રતિક લગાવવુ જોઇએ.
આ ઉપાયથી ઘરમાં કોઇ પણ નકારાત્મક ઉર્જા પ્રવશેતી નથી, મા લક્ષ્મીની કૃપા સતત રહેશે. મા લક્ષ્મીની પદચિહ્નો સિવાય મુખ્ય દ્વાર પર તમે તેનો ફોટો લગાવી શકો છો. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ આપોઆપ દૂર થઇ જાય છે અને લક્ષ્મીમા પ્રસન્ન થાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવુ જોઇએ. જોકે, તોરણ આસોપાલવ કે આંબા પાનથી બનેલુ હોવુ જોઇએ. તેમાં ફૂલ લગાવી શકાય છે. વાસ્તુ અનુસાર, આસોપાલવ અને આંબાના પાનનું તોરણ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા નથી દેતુ અને સુખ-સમુદ્ઘિ વધે છે.
ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી કોઈની ખરાબ નજર નથી લાગતી અને વૃદ્ઘિ થાય છે. ધન-ધાન્ય ભરેલા રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર જો સૂર્ય યંત્ર લગાવવામાં આવે તો તેણે શુભ માનવામાં આવે છે.
સૂર્યને ઉર્જાને અને સકારાત્મક શક્તિઓને સ્ત્રોત માનવામાં આવે છે અને આર્થિક સમુદ્ઘિ પણ વધારે છે. ઘરના મુખ્ય દરવાજા પાસે સુંગધિત છોડને કુંડા મૂકવા જોઇએ. જેથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે અને ઐશ્વર્યની વુદ્ઘિ થાય. યાદ રાખો કે ફ્લાવર પોટ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુએ હોવા જોઇએ.