આ મંદિરમાં નારી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે ભગવાન હનુમાનજીની, જાણો મંદિરનું રહસ્યમયી કારણ

આ દુનિયાનું એક માત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાનજીને સ્ત્રીરૂપમાં પૂજવામાં આવે છે આપને સૌ જાણીએ છીએ કે હનુમાનજી બ્રહ્મચારી છે પરંતુ ભારતના છત્તીસગઢ રાજ્યના રતનપુર જિલ્લામાં એક એવું મંદિર છે જ્યાં તેમના નારી સ્વરૂપની પૂજા થાય છે અને તેઓ દેવીના રૂપમાં સ્થાપિત છે.


દરેક લોકોએ અર્ધનારીશ્વર વિશે તો સાંભળ્યું જ હશે તેમજ દેવીના નવ રૂપ વિશે પણ જાણતા જ હશો પરંતુ બ્રહ્મચારી હનુમાનજીને ક્યારેય નારી રૂપમાં જોયા નહીં હોય. આખી દુનિયામાં છત્તીસગઢમાં રતનપુર જિલ્લામાં ગિરિજાબંધ હનુમાન મંદિર એક દક્ષિણમુખી હનુમાન મંદિર છે, ત્યાં તમને હનુમાનજી દેવીના રૂપમાં સ્થાપિત જોવા મળેછે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની આ નારીરૂપ મૂર્તિ લગભગ ૧૦૦૦૦ વર્ષ જૂની છે.

અહી હનુમાનજી નારી સ્વરૂપે વિરાજેલા છે તેની પાછળ એક પ્રચલિત કથા છે તે પ્રમાણે કોઈ સમયે રતનપુરમાં એક રાજા રાજ કરતો હતો તેમનું નામ હતું પૃથ્વી. તે રાજા હનુમાન ભક્ત હતો અને રાજા દેવજૂને ભયંકર રોગ થયો હતો. જીવનથી નિરાશ થયેલા રાજાએ હનુમાનજીને પ્રાર્થના કરી તેથી હનુમાને તેમને સ્વપ્નમાં દર્શન આપીને મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો અને પોતાની મૂર્તિને મહામાયા કુંડથી કાઢીને મંદિરમાં સ્થાપિત કરવાનું કહ્યું. મહામાયા કુંડથી પ્રાપ્ત થયેલી મૂર્તિ નારી રૂપમાં હતી. આ રૂપમાં રાજાએ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. હનુમાનજીની આ મૂર્તિ દક્ષિણમુખી છે અને તેમની ડાબી તરફ શ્રીરામ અને જમણી તરફ લક્ષ્મણજી વિરાજમાન છે, અને તેમના પગની નીચે બે રાક્ષસો છે. એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણ પછી રાજા રોગમુક્ત થયા હતા.

આ હનુમાનજી પર આસ્થા રાખનાર લોકો માને છે કે આ એક સિદ્ધ મંદિર છે જ્યાં શ્રદ્ધાપૂર્વક આવનારાની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કામનાઓ પૂર્ણ થવા પાછળનો એક તર્ક એવો પણ છે કે, મંદિરનું નિર્માણ કરાવ્યા પછી રાજાએ નિસ્વાર્થભાએ લોકોની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન માગ્યું હતું. આથી તે રાજાની બીજી ઈચ્છાને પૂરી કરવા માટે હનુમાનજી વર્ષોથી લોકોની મનોકામના પૂર્ણ કરતા આવી રહ્યા છે.

આ મંદિરે જવાનો માર્ગ:

રતનપુર જિલ્લો બિલાસપુરથી માત્ર ૨૫ કિલો મીટર દૂર છે તેથી શ્રદ્ધાળુઓને મંદિરે પહોચવાના અનેક સાધનો મળી રહે છે કારણ કે ત્યાં દેશના દરેક ભાગને જોડતી ટ્રેન અને બસની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer