શ્રી હરિમંદિર સાહેબ જે દરબાર સાહેબ કે પછી સ્વર્ણ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ શીખ ધર્મના અનુયાયીઓના પાવન સ્થળ અને સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ ગુરુદ્વારા પંજાબના અમૃતસરમાં આવેલ છે. આ જગ્યા અહિનું સૌથી મોટું આકર્ષણ છે. આખું અમૃતસર શહેર આ ગોલ્ડન ટેમ્પલની આસપાસ વસેલ છે. આ મંદિરમાં દરરોજ હજારો લોકો દર્શન કરવા અને ફરવા માટે આવતાં હોય છે. અમૃતસર શહેરનું નામ એ સરોવરના નામ પર પાડવામાં આવેલ છે એનું નિર્માણ શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસજીએ પોતાના હાથથી કર્યું હતું. આ ગુરુદ્વારા આ સરોવરની વચ્ચે સ્થિત છે. આ ગુરુદ્વારાનો બહારનો ભાગ એ સોનાથી બનાવવામાં આવ્યો છે. તેના કારણે જ આને સ્વર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલના નામથી જાણવામાં આવે છે.
આમ તો આ મંદિર શીખોનું ગુરુદ્વારા છે પણ આમાં નામમાં સાથે મંદિર નામ જોડવાથી એવું સ્પષ્ટ જોઈ શકાય છે કે આપણા દેશમાં બધા ધર્મ એક સમાન છે. એટલું જ નહિ હરિમંદિર સાહેબના પાયા પણ એક મુસલમાન વ્યક્તિએ જ રાખ્યા હતા. ગોલ્ડન ટેમ્પલના ઈતિહાસ પ્રમાણે શીખોના પાંચમાં ગુરુ ‘ગુરુ અર્જુન દેવજી’એ લાહોરના એક સુફી સંત “સાઈ મિયાં મીરજી” જોડે ડીસેમ્બર ૧૫૭૭માં આ ગુરુદ્વારાના પાયા નખાવ્યા હતા. શ્રી હરિમંદિર સાહેબનું નિર્માણ એ ૧૫૮૧માં શરુ થયું હતું અને ૧૬૦૪માં તે બનીને તૈયાર થઇ ગયું હતું. આશરે ૪૦૦ વર્ષ જૂનું આ ગુરુદ્વારા માટેનો નકશો ગુરુ અર્જુન દેવજીએ જાતે તૈયાર કર્યો હતો.
આ ગુરુદ્વારા એ શિલ્પ અને સોંદર્યની એક અનોખી મિસાલ છે. આ ગુરુદ્વારાનું બાંધકામ અને નકશીકામ તેની સુંદરતામાં વધારો કરે છે. ગુરુદ્વારાની ચારે તરફ ૪ દરવાજા છે જે ચારે દિશાઓ તરફ ખુલે છે. એ સમયે સમાજ એ ચાર જાતિઓમાં વિભાજીત હતો. અને ઘણીબધી બીજી જાતિઓના લોકોને બીજા કોઈ મંદિરમાં જવા દેવામાં આવતા નહિ હતા. પણ આ મંદિરના ચારે દરવાજાથી દરેક જાતિના લોકોને અહિયાં પ્રવેશ મળતો હતો. અહિયાં દરેક ધર્મ અને જાતિના લોકોનું પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે. ગોલ્ડન ટેમ્પલને ઘણીવાર નષ્ટ કરી દેવામાં આવ્યું હતું પણ લોકોની આસ્થા અને ભક્તિના કારણે શીખોએ આ મંદિર ફરી ઊભું થઇ ગયું હતું.
આ ગુરુદ્વારાને બીજીવાર સત્તરમી સદીમાં મહારાજ સરદાર જસ્સા સિંહ આહલુવાલિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને જેટલી પણ વાર નષ્ટ કરવામાં આવ્યું હતું તેની દરેક માહિતી આ મંદિરમાં દર્શાવી છે.
અફઘાન હુમલાખોરો દ્વારા ૧૯મી સદીમાં આને પૂરી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે મહારાજ રણજીતસિંહજીએ આને ફરીથી બનાવ્યું હતું અને સોનાની વરખથી સજાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે ગુરુદ્વારાને સોનાથી સજાવવા માટે મહારાજને ૭૫૦ કિલો સોનાનો ઉપયોગ કર્યો હતો. સોનું ચઢાવ્યા પછી આ મંદિરની ખ્યાતી ચારે બાજુ ફેલાઈ ગઈ હતી.
અત્યારે ગોલ્ડન ટેમ્પલમાં દરરોજ ૧,૨૫,૦૦૦થી પણ વધુ લોકો ભક્તિ અને આરાધના કરવા માટે આવતા હોય છે. શીખ ગુરુદ્વારામાં સૌથી ફેમસ હોય છે લંગર એટલે કે ભંડારો. અહિયાં દરેક લોકો માટે ૨૪ કલાક ભંડારો એટલે કે ખાવાની વ્યવસ્થા ચાલતી હોય છે. આ વ્યવસ્થા ગુરુદ્વારામાં ચડાવવામાં આવતા ભેટ અને પૈસાથી કરવામાં આવે છે.
અનુમાન છે કે લગભગ ૪૦,૦૦૦ લોકો રોજ અહિયાં લંગરની પ્રસાદીનો લાભ લેતા હોય છે. અહિયાં ફક્ત ખાવા પીવાની નહિ પણ દૂર દૂરથી આવતા લોકો માટે રહેવાની સગવડ પણ કરવામાં આવે છે. અહિયાં રહેવા માટે જગ્યામાં ૨૨૮ મોટા રૂમ અને ૧૮ મોટા હોલ આવેલ છે અને રાત્રે રોકાવા માટે તમને અહિયાં ગાદલાં અને ઓશિકાં વગેરે જેવી વસ્તુઓ મળી રહેશે. અહિયાં કોઈ એક વ્યક્તિ માટે ત્રણ દિવસ રોકવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
જો તમે લીધી હોય આજ સુધી આ ગોલ્ડન ટેમ્પલની મુલાકાત તો તમારો અનુભવ જણાવો અને સાથે સાથેકોમેન્ટમાં ફોટો પણ અપલોડ કરી શકો છો.