૬ એપ્રિલના દિવસે છે ગુડી પડવો : જાણો તહેવારમાં છુપાયેલો સંદેશ

ગુડી પડવો હિંદુ નવવર્ષ ના રૂપ માં ભારત માં મનાવવામાં આવે છે. આ વર્ષે ૬ એપ્રિલ ૨૦૧૯ પર આવી રહ્યો છે. આ દિવસે સૂર્ય, લીમડાની ડાળી, પુરણપોળી, શ્રી ખંડ અને ધજા પૂજન નું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાથી હિંદુઓ નું નવું વર્ષ આરંભ થાય છે. સૂર્ય ઉપાસના ની સાથે આરોગ્ય, સમૃદ્ધી અને પવિત્ર આચરણ ની કામના કરવામાં આવે છે. આ દિવસે ઘર ઘર માં વિજય નું પ્રતિક સ્વરૂપ ગુડી સજાવવામાં આવે છે.

એ નવા વસ્ત્ર પહેરાવીને સાકર થી બનેલી અલગ અલગ આકારની માળા પહેરાવવામાં આવે છે. પુરણપોળી અને શ્રીખંડ ના નીવેદ ચઢાવીને નવદુર્ગા, શ્રીરામચંદ્ર જી તેમજ રામ ભક્ત હનુમાન ની વિશેષ આરાધના કરવામાં આવે છે. એમ તો પૌરાણિક રૂપથી આનું અલગ મહત્વ છે પરંતુ પ્રાકૃતિક રૂપથી આ ને સમજવામાં આવે તો સૂર્ય જ સૃષ્ટિ ના પાલનહાર છે. તેથી એના પ્રચંડ તેજ ને સહન કરવાની ક્ષમતા આપણે પૃથ્વીવાસીઓ માં ઉત્પન્ન થાય એવી કામના ની સાથે સૂર્ય ની અર્ચના કરવામાં આવે છે.

આ દિવસે સુંદરકાંડ, રામરક્ષાસ્તોત્ર અને દેવી ભગવતી ના મંત્ર જાપ નું ખાસ મહત્વ છે. આપની ભારતીય સંસ્કૃતિ એ એમના આંચલ માં તહેવારો ને એટલા ચમકતા રત્ન થી સજેલા છે કે આપણે એમાં નિહિત ગુણો નું મૂલ્યાંકન કરવા માં પણ સક્ષમ નથી. આ બધા તહેવારો ના પ્રતીકાત્મક અર્થ સમજી જઈએ તો આપણા જીવન જીવવાની કળા સીખવા માટે કોઈ ટ્યુશન ની જરૂર જ નહિ પડે. જેમ શીતળા સાતમ નો અર્થ છે કે આજે મૌસમ નો છેલ્લો દિવસ છે જયારે તમે ઠંડુ ભોજન ગ્રહણ કરી શકો છો. આજ પછી તમારા સ્વાસ્થ્ય માટે ઠંડુ ભોજન નુકશાનદેહ થશે. સાથે જ ઠંડી ની વિધિવત વિદાય થઇ ચુકી છે. હવે ગરમ પાણી થી નહાવાનું પણ ત્યાગ કરવું પડશે.

ઘણી જાતિઓ માં રીવાજ છે કે ઉનાળા ના રસીલા ફળ, પકવાન વગેરે ગુડી ને ચઢાવીને એ દિવસથી જ એના સેવન નો આરંભ કરવામાં આવે છે.

વાસ્તવ માં આ રીતી રીવાજો માં પણ ઘણા અનુઠા સંદેશ છુપાયેલા છે. એ આપની અજ્ઞાનતા છે કે આપણે કુરીતીઓ ને આંખ મીચીને માની લઈએ છીએ. પરંતુ સ્વસ્થ પરંપરા ના વાહક તહેવારો ને પુરાતનપંથી કહીને ઉપેક્ષિત કરી દે છે. આપણે આપણા મુલ્યો અને સંસ્કૃતિ ને સમજવામાં શરમાવું ન જોઈએ. આખરે એમાં જ આપણા સ્વાસ્થ્ય અને સૌંદર્ય નું પણ તો રાજ છુપાયું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer