ગુજરાતના આ મંદિરમાં મગર નો પ્રવેશ થતા શ્રદ્ધાળુઓ ની ભીડ ઉમટી પડી. જાણો કયું છે એ મંદિર!!

મહીસાગરના પલ્લા ગામ માં આવેલા ખોડીયાર માતાજી ના મંદિરમાં માતાજીની મૂર્તિ સામે બેઠેલા મગરને માતાજીની પધરામણી સમાન ગણીને શ્રદ્ધાળુઓ એ કંકુ નો ચાંદલો કરીને પૂજા કરી. શ્રદ્ધાનો જો વિષય હોય તો ત્યાં સબુત ની જરૂર રહેતી નથી. આ કહેવત ને મહીસાગર જીલ્લાના પાલ્લા ગામના લોકો એ કદાચ સાચું ગણીને માં ખોડીયાર નું વાહન મગર માં ખોડીયાર ના મંદિરમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓ મગરના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી અને માતાજીની મૂર્તિ સામે બેઠેલા મગરને ચાંદલો કરીને એની પૂજા અર્ચના કરી.

મંદિરમાં મગરના પ્રવેશની સમગ્ર ઘટના એવી છે કે મહીસાગર જીલ્લામાં આવેલા ખોડીયાર માં ના મંદિરમાં અચાનક જ પ્રવેશ કરેલા મગરની બધા રસ્તા માં વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ની ખુબ જ વધારે પ્રમાણમાં ભીડ થઇ ગઈ હતી. જોકે વન વિભાગના અધિકારીઓ એ તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. આ બાબતે અધિકારીના જણાવ્યા અનુસાર ખોડીયાર માતાજી પટેલ સમુદાય ની કુળદેવી છે. અને તેને ધાર્મિક સાહિત્યોમાં મગરની સવારી કરતા જણાવે છે. તેના લીધે મંદિરમાં મગર આવતા શુભ માનવામાં આવે છે, જેના કારણે ગામ ના લોકો એ મગરની પૂજા કરી જેના કારણે વન વિભાગ ના રેસ્ક્યુ અભિયાનમાં લગભગ બે કલાક નો સમય લાગ્યો.

આ બાબતે લુણાવાડા વન વિભાગ ના અધિકારી આર.વી પટેલ એ કહ્યું કે લુણાવાડા પાલ્લા ગામ માં જમા થયેલ લોકો મંદિરમાં માતા ખોડીયાર ની મૂર્તિની પાસે બેઠેલા મગર ની  પૂજા કરવા લાગ્યા અને આરતી કરવા લાગ્યા. મહીસાગર ના ઉપવન સરંક્ષક આર.એમ. પરમાર એ કહ્યું હતું કે મંદિરમાં જમા થયેલા લોકોના કારણે રેસ્ક્યુ અભિયાનમાં લગભગ બે કલાક વિલંબ થયો હતો. તેને કહ્યું કે આ વિસ્તારના તળાવો માં મોટી સંખ્યામાં મગર છે. ઘણીવાર ખાવાની શોધ માં તે ચાર-પાંચ કિલોમીટર દુર નીકળી જાય છે.

અધિકારી ના જણાવ્યા પ્રમાણે આ મગર લગભગ ચાર વર્ષનો છે અને સંભવત આરામ કરવા માટે મંદિરમાં આવી ગયો હતો, અને દર વર્ષે લગભગ ૩૦ થી ૩૫ મગરો ની તપાસ કરીએ છીએ. આમ માતા ખોડીયાર ના મંદિરમાં પ્રવેશ કરેલા મગર એ શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં વધુ મજબુત કરી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer