મહાન ચમત્કારિક હતા ગુરુ ગોરખનાથ, જાણો એના જીવન નું રહસ્ય

મહાન ચમત્કારિક અને રહસ્યમયી ગુરુ ગોરખનાથ ને ગોરક્ષનાથ પણ કહેવામાં આવે છે. એના નામ પર એક નગર નું નામ ગોરખપુર અને એક જાતી નું નામ ગોરખા છે. ગોરખપુર માં જ ગુરુ ગોરખનાથ સમાધી સ્થળ છે. અહિયાં દુનિયાભર ના નાથ સંપ્રદાય અને ગોરખનાથજી ના ભક્ત એની સમાધિ પર માથા ટેકવા આવે છે. આ સમાધિ મંદિર ના જ મહંત અર્થાત પ્રમુખ સાધુ છે મહંત આદિત્યનાથ યોગી.

ગોરખનાથજી એ નેપાળ અને ભારત સીમા પર પ્રસિદ્ધ શક્તિપીઠ દેવીપાતન માં તપસ્યા કરી હતી. એ સ્થળ પર પાટેશ્વરી શક્તિપીઠ ની સ્થાપના થઇ. ભારત ના ગોરખપુર માં ગોરખનાથ નું એકમાત્ર પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ને યવનો અને મુગલો એ ઘણી વાર ધ્વસ્ત કર્યું પરંતુ એનું દરેક વાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ૯ મી સદી માં એનું જીર્ણોદ્વાર કરવામાં આવ્યું હતું પરંતુ એને ૧૩ મી સદી માં ફરી મુસ્લિમ આક્રાંતાઓ એ ઢાળી દીધું હતું. પછી આ મંદિર ને પુનઃ સ્થાપિત કરી સાધુઓ નું એક સૈન્યબળ બનાવીને એની રક્ષા કરવાનું કામ કરવામાં આવ્યું.

ગોરખનાથ નો જન્મ : ગોરક્ષનાથ ના જન્મકાળ પર વિદ્વાનો માં મતભેદ છે. રાહુલ સાંકૃત્યાયન એનો જન્મકાળ ઈ.સ.વી. ૮૪૫ ની ૧૩ મી સદી ના માને છે.ગુરુ ગોરખનાથ ના જન્મ ના વિષય માં પ્રચલિત છે કે એક વાર ભિક્ષાટન ના ક્રમ માં ગુરુ મત્સ્યેન્દ્રનાથ કોઈ ગામ માં ગયા. કોઈ એક ઘર માં ભિક્ષા માટે અવાજ લગાવવા પર ગૃહ સ્વામીની એ ભિક્ષા આપીને આશીર્વાદ રૂપે પુત્ર ની માંગણી કરી. ગુરુ મત્સ્યેન્દ્રનાથ સિદ્ધ તો હતા જ.

તેથી ગૃહ સ્વામીની ની માંગણી સ્વીકાર કરતા એમણે એક ચપટી ભરી ભભૂતિ આપીને કહ્યું કે આનું સેવન કર્યા પછી યથાસમય તે માતા બનશે. એને એક મહા તેજસ્વી પુત્ર થશે. જેની ખ્યાતી ચારેય બાજુ ફેલાશે. આશીર્વાદ આપીને ગુરુ મત્સ્યેન્દ્રનાથ એ ગામ માં ફરીથી આવ્યા. કંઈ પણ બદલ્યું ન હતું. ગામ જેવું હતું એવું જ રહ્યું હતું.

ગૃહસ્વામીની અમુક સમય સુધી તો ચુપ રહી પરંતુ સાચું કહેવાની સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એને તનિક લજ્જા, થોડા સંકોચ ની સાથે બધું સાચું કહી દીધું. એને કહ્યું કે તમારી પાસેથી ભભૂત લીધા પછી પાડોશી ની સ્ત્રીઓ એ રસ્તા પર ચાલતા આવા કોઈ સાધુ પર વિશ્વાસ કરવા માટે એની ખુબ મઝાક ઉડાવી. એની વાતો માં આવીને મેં તે ભભૂતિ ને એક ખાડા માં ફેંકી દીધી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer