ભગવાન હનુમાનજી ને દરેક લોકો જાણેજ છે કારણ કે તેઓ શ્રી રામ ના પરમ ભક્ત છે જે લોકોના દરેક દુખ દર્દમાં સાથ આપતા અને દરેક તકલીફો દુર કરતા હતા અને તેના માટે લોકો આજે પણ તેને માને છે અને તેમની પૂજા અર્ચના પણ કરે છે.
મહાન કવિ તુલસીદાસની ભક્તિ થી પ્રસન્ન થઇને ભગવાન હનુંમાંનજી એ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા. જે લોકો ભગવાન હનુમાનજીની સાચા દિલ થી ભક્તિ કરે છે તે લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
અને દરેક મુશ્કેલીઓ માં ભગવાન તેમનો સાથ જરૂર આપે છે. હંમેશા બજરંગબલીની તેમના ઉપર કૃપા દ્રષ્ટિ તેમજ આશીર્વાદ બની રહે છે. આજે અમે જણાવીશું હનુમાન ચાલીસા વાંચવાથી થતા ફાયદા વિશે. તો ચાલો જોઈએ તેના વિશે.
૧. મિત્રો જો સાચા હૃદય થી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તે આપણા માટે ખુબજ ખુશીની વાત છે તે આપણા માટે સુખદાયી સાબિત થાય છે. તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી આજુબાજુ ખરાબ આત્મા પણ નથી ભટકી શક્તિ.
૨. જો કોઈ લોકોને ઊંઘમાં પણ ખુબજ વધારે ભયાનક અને બીક લાગે તેવા સપના આવતા હોય તો તેવા લોકોએ મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી રાત્રે અથવા તો એકલા હોઈએ તો પણ કોઈજ પ્રકારનો ડર લાગતો નથી.
૩. દરેક લોકોને સવારે સ્નાન કરીને તેમજ રાત્રે સુતા પહેલા સાચા દિલથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી આપણી મોટામાં મોટી બીમારી પણ દુર થઇ જાય છે. અને આવું નિયમિત કરવાથી કોઈ પણ પ્રકારની મુસીબત હોય દુર થઇ જાય છે.