જાણો રામ ભક્ત હનુમાનજીના મુખ્ય ગુરુ કોણ હતા? ખુબ ઓછા લોકો જાણતા હશે આ વાત 

મતંગ ઋષિના શિષ્ય હતા હનુમાનજી. હનુમાનજીએ ઘણા બધા શિષ્યો પાસેથી શિક્ષા લીધી હતી. સૂર્ય અને નારદ ઉપરાંત એક માન્યતા અનુસાર હનુમાનજીના ગુરુ મતંગ પણ હતા.

મતંગ ઋષિ શબરીના ગુરુ પણ હતા, કહેવાય છે કે ઋષિ આશ્રમમાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. મતંગ ઋષિ ને ત્યાં માતા દુર્ગાના આશીર્વાદ થી જે કન્યાનો જન્મ થયેલો તે માતંગી દેવી હતી. ૧૦ મહા વિદ્યાઓ માંથી નવમી મહાવિદ્યા દેવી માતંગી છે.

આ દેવી ભારતના આદિવાસીઓની દેવી છે. બુદ્ધ ધર્મમાં દેવી માતંગી ને માતાગીરી પણ કહેવાય છે.   ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક, કેરળ વગેરે રાજ્યોમાં માતંગ સમાજ ના લોકો આજે પણ વિદ્યમાન છે.

માન્યતા અનુસાર માતંગ સમાજ, મેઘવાલ સમાજ અને કિરાત સમાજના લોકોના પૂર્વજ માતંગ ઋષિ હતા, શ્રીલંકામાં તે આદિવાસી સમૂહના રૂપમાં વિદ્યમાન છે. કેટલાક વિદ્વાનોના અનુસાર મેઘવાળ સમાજ પણ માતંગ ઋષિ સબંધિત છે.

તે બધાજ મેઘવંશી છે.   સેતુ એશિયા નામની એક વેબસાઈટ છે જેણે દાવો કર્યો છે કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી સમૂહ ને હનુમાનજી દરેક ૪૧ વરસે મળવા આવે છે.

સેતુની શોધ અનુસાર શ્રીલંકાના જંગલોમાં એક એવું કબીલાઇ છે જે પૂરી રીતે બહારના સમાજથી અલગ જ છે. તેમનો સબંધ માતંગ સમાજ સાથે છે જે આજે પણ પોતાના મૂળ રૂપમાં છે. તેમનું રહેવાનું અને પહેરવેશ પણ એવો જ છે.

તેમની ભાષા પણ પ્રચલિત ભાષા કરતા અલગ છે. અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે કોઈ નથી જાણતું. ઉલ્લેખનીય છે કે કર્નાટકમાં પમ્પા સરોવર પાસે મતંગ ઋષિનો આશ્રમ છે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો.

આ સમૂહનો કોઈ ને કોઈ તેની સાથે સબંધ હોઈ શકે છે. શ્રી લંકાના પીદુરુ પર્વતના જંગલોમાં રહેનારા મતંગ કબીલાના લોકો સંખ્યામાં ખુબજ ઓછા છે અને શ્રીલંકા ના અન્ય કબીલા થી ખુબજ અલગ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer