હિંદુ ધર્મમાં પુનમ અને અમાસ ને ખુબજ મહત્વ આપવામાં આવે છે. તેની સાથે જ શાસ્ત્રોમાં પુનમ, અમાસ અને ગ્રહણ વિશે જણાવેલ છે. તેમજ એ દિવસો વિષે પણ જણાવેલ છે જયારે કોઈ પણ વ્યક્તિના મન પર આકાશીય ગ્રહોનો પ્રભાવ હાવી રહે છે. એવામાં સૌથી વધુ કોઈ ના મનને વધુ પ્રભાવિત કરવામાં પુનમ અને અમાસ નો દિવસ મુખ્ય હોય છે. પુનમ અને અમાસ ના દિવસ વિશે દરેક લોકોના મનમાં અલગ અલગ ધારણા હોય છે.
આખા વર્ષમાં ૧૨ પુનમ અને ૧૨ અમાસ હોય છે. દરેક પુનમ તેમજ અમાસ નો અલગ અલગ મહત્વ હોય છે. હિંદુ પંચાંગ અનુસાર મહિનાના ૩૦ દિવસ ચંદ્ર કળા ના આધારે હોય છે. તેમજ એક મહિનામાં ૧૫-૧૫ દિવસ ના આધાર પર બે પક્ષો માં વહેચવામાં આવે છે, જેને આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહીએ છીએ. શુક્લ પક્ષ ના છેલ્લા દિવસને પૂર્ણિમા કહેવામાં આવે છે અને કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસને અમાસ કહેવામાં આવે છે.
એક મહિનાની ૩૦ તિથિઓ ને અલગ અલગ નામ આપવામાં આવેલ છે. જેને પુનમ, પ્રતિપદા, બીજ, ત્રીજ, ચતુર્થી, પંચમ, છથ, સાતમ, આઠમ, નોમ, દશમ, એકાદશી, બરસ, તેરસ, ચૌદશ અને અમાસ કહેવામાં આવે છે.
હિંદુ પંચાંગના આધાર પર અમાસ પંચાંગની ૩૦ મી અને કૃષ્ણ પક્ષની અંતિમ તિથી છે જે દિવસે ચંદ્ર આકાશ માં નથી દેખાતો. દરેક મહિનાની પુનમ અને અમાસ ના દિવસે કોઈ ને કોઈ પર્વ અવશ્ય મનાવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું ધ્યાન ધર્મ, કર્મ માં લાગેલું રહે.