ઇન્ડોનેશિયા માં આવેલા આ અનોખા મંદિરમાં એક શ્રાપના કારણે બની હતી દેવી દુર્ગાની પૂજા, જાણો પછી શું થયું……

૧૦મિ સદી ના પ્રમ્બાન્ન મંદિર માં રાજકુમારી રોરો જોંગ્ગરંગ ની દેવી દુર્ગા ના રૂપ માં પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગા એમના અનેક સ્વરૂપો માં પૃથ્વીલોક માં ઘણી જગ્યા પર વિરાજમાન છે. દેવી સર્વવ્યાપી છે અને ઘણા રૂપો માં એની આરાધના કરવામાં આવે છે.

દેવી ના ઘણા પુરાતન મંદિર ધરતી પર વિદ્યમાન છે, જ્યાં દેવી સ્વયંભુ રૂપ માં અથવા માનવ દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. એવું જ એક મંદિર ઇન્ડોનેશિયા ના જાવા માં છે. ૧૦ મી સદી માં બનેલું ભગવાન શિવ નું આ મંદિર પ્રમ્બાન્ન મંદિર ના નામ થી પ્રખ્યાત છે.

રોરો જોંગ્ગરંગ ની હોય છે દેવી દુર્ગા ના રૂપ માં પૂજા પ્રમ્બાન્ન મંદિર માં મહાદેવ ની સાથે દેવી દુર્ગા ની મૂર્તિ વિરાજમાન છે. દેવી ની સ્થાપના ના સંબંધ માં એક કથા પ્રચલિત છે. જેની અનુસાર જાવા માં પ્રભુ બકા નામનો એક દૈત્ય રાજા હતો. એની રોરો જોંગ્ગરંગ નામની એક ખુબ જ સુંદર છોકરી હતી.

બાંડુંગ બોન્દોવોસો નામના એક વ્યક્તિ રોરો જોંગ્ગરંગ સાથે વિવાહ કરવા માંગતો હતો, પરંતુ રોરો જોંગ્ગરંગ એનાથી વિવાહ કરવા માંગતો હતો. તેથી એને બાંડુંગ બોન્દોવોસો ની સામે એક અનોખી શરત રાખી. શરત એ હતી કે બાંડુંગ બોન્દોવોસો ને એક જ રાત માં એક હજાર મૂર્તિઓ બનાવી પડશે.

જો તે સફળ થઇ જાય છે તો રોરો જોંગ્ગરંગ એની સાથે વિવાહ કરશે. શરત ને પૂરી કરવા માટે બાંડુંગ બોન્દોવોસો એ એક જ રાત માં ૯૯૯ મૂર્તિઓ બનાવી દીધી અને તે છેલ્લી મૂર્તિ બનાવવા જઈ રહ્યા હતા. ત્યારે રોરો જોંગ્ગરંગ એ પુરા શહેર ના ચોખા ના ખેતરો માં આગ લગાવીને દિવસ ની સમાન ઉજાળો કરી દીધો.

જેનાથી તે દિવસ ના ઉજાળા ના ધોખા ખાઈને બાંડુંગ બોન્દોવોસો છેલ્લી મૂર્તિ બનાવી શક્યા નથી અને શરત હારી ગયા. જયારે બાંડુંગ બોન્દોવોસો ને હકીકત ની ખબર પડી તો તે ખુબ ગુસ્સે થઇ ગયા અને એને રોરો જોંગ્ગરંગ ને છેલ્લી મૂર્તિ બની જવાનો શ્રાપ આપી દીધો.

કહેવામાં આવે છે કે પ્રમ્બાન્ન મંદિર માં રોરો જોંગ્ગરંગ ની એ મૂર્તિ ને દેવી દુર્ગા માનીને પૂજા કરવામાં આવે છે. રોરો જોંગ્ગરંગ દેવી ના નામથી પ્રસિદ્ધ છે મંદિર મંદિરમાં રોરો જોંગ્ગરંગ ને મૂર્તિ બનવા નો શ્રાપ આપવામાં આવ્યો હતો.

અને મંદિર ના ગર્ભગૃહ માં રોરો જોંગ્ગરંગ દેવીની મૂર્તિ વિદ્યમાન છે.તેથી એને રોરો જોંગ્ગરંગ મંદિર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. રોરો જોંગ્ગરંગ મંદિર અથવા પ્રમ્બાન્ન મંદિર હિંદુઓ ની સાથે સાથે ત્યાં ના સ્થાનીય લોકો માટે પણ ભક્તિ નું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer