જાણો હવન માં સ્વાહા શું કામ બોલવામાં આવે છે.

હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કામ કરવા ની પહેલા યજ્ઞ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ માં યજ્ઞ ના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે જે કામ માં દેવતા, હવનીય દ્રવ્ય, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા આ પાંચ નો સહયોગ હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ ના કારણે શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ, આત્મા શુદ્ધિ, આત્મ્લંબ વૃદ્ધી, અધ્યાત્મિક ઉન્નતી અને સ્વાસ્થ્યની રક્ષા થાય છે.

હવન દરમિયાન જયારે બલિદાન આપવામાં આવે છે ત્યારે એક શબ્દ વારંવાર બોલવામાં આવે છે તે છે સ્વાહા, પરંતુ શું તમે વિચાર્યું છે આ શબ્દ નો અર્થ શું થાય છે અને આને કેમ બોલવામાં આવે છે. સ્વાહા નો અર્થ થાય છે સાચી રીતે પહોંચાડવું. હવન દરમિયાન સ્વાહા બોલવાથી દેવતાઓ ને અગ્નિ વડે ભોગ આપવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ જ્યાં સુધી સફળ માનવામાં નથી આવતું જ્યાં સુંધી કે ભોગ નું ગ્રહણ દેવતા ન કરી લે, દેવતા આવા ભોગ ને ત્યારે સ્વીકાર કરે છે જયારે અગ્નિ દ્વારા સ્વાહા ના માધ્યમ થી અર્પણ કરવામાં આવે.

વાર્તાઓ ની અનુસાર સ્વાહા અગ્નિદેવ ની પત્ની છે. એવા માં સ્વાહા નું ઉચ્ચારણ કરી નિર્ધારિત હવન સામગ્રી નો ભોગ અગ્નિ ના માધ્યમ થી દેવતાઓ ને પહોંચાડે છે. બલિદાન આપતા સમયે તમારા સીધા હાથ ની વચ્ચે અને અનામિક આંગળીઓ પર સામગ્રી લેવી જોઈએ અને અંગુઠા નો સહારો લઈને મૃગી મુદ્રા થી એને અગ્નિ માં જ નાખવા જોઈએ. બલિદાન હંમેશા નમીને જ નાખું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer