જાણો જન્માષ્ટમી પર ઉપવાસ કરવાની સાચી રીત

આ વર્ષે જન્માષ્ટમીની તારીખ અને તિથિને લઇને લોકોને અસમંજસ જોવા મળી રહી છે. લોકોને ખબર નથી કે વ્રત 23 ઓગસ્ટ શુક્રવારના કરવામાં આવે કે પછી 24 ઓગસ્ટના શનિવારે કરવાનું. આ પાછળની મુખ્ય કારણ છે આઠમની તિથિની શરૂઆત 23 તારીખે સવારે 8:09 મિનિટ પર થઇ રહી છે જ્યારે રોહિણી નક્ષત્રનો આરંભ 24 તારીખ સવારે 3:38 મિનિટ પર થઇ રહ્યો છે. હકીકત માં રોહિણી નક્ષત્ર ના દિવસે જ આઠમ તિથિ એજ જન્માષ્ટમીનું વ્રત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કારણ કે શ્રીમદભગવત્ પુરાણ અનુસાર, શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ આઠમ તિથિ, બુધવારે, રોહિણી નક્ષત્ર અને ચંદ્રના વૃષભ રાશિના સંચાર દરમિયાન અડધી રાત્રે થયો હતો. પરંતુ આ સંયોગ આ વર્ષે નથી થઇ રહ્યો. અનેક શાસ્ત્રકારો આ પ્રકારની સ્થિતિમાં વ્રતને લઇને કહી રહ્યા છે કે, જે દિવસે મધ્યરાત્રિમાં આઠમની તિથિ હોય તે જ દિવસે જન્માષ્ટમીની વ્રત રાખવામાં આવે છે.

જન્માષ્ટમીની તિથિ અને મુહૂર્ત:

જન્માષ્ટમીની તારીખ: 23-24 ઓગસ્ટ, આઠમની શરૂઆત: 23 ઓગસ્ટ 2019ના રોજ સવારે 08.09 કલાકે થી અને આઠમનો અંત 24 ઓગસ્ટ 2019ના રોજ સવારે 8.32 કલાકે. રોહિણી નક્ષત્રનો પ્રાંરભ; 24 ઓગસ્ટ 2019ના રોજ સવારે 3.48 મિનિટથી રોહિણી નક્ષત્ર પૂર્ણ: 25 ઓગસ્ટ 2019ના રોજ સવારે 4.17 કલાકે. (આ વર્ષે જન્માષ્ટમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે)

ભગવાન કૃષ્ણનું નામ સાંભળતા જ આપણા મનમાં નટખટ બાળગોપાલની છબી દેખાવા લાગે છે. માથા પર સુંદર મોરપીંછ, હાથમાં વાસંળી, જાણો એવું લાગે છે કે, ભગવાન સાક્ષાત સામે હોય. જન્માષ્ટમીની પૂજામાં ભગવાનનો શ્રૃંગાર મહત્વનો માનવામાં આવે છે. મોરપીંછ, મોરમુગટ, વાંસળી, માખણ-મિસરી, પારણું, નવા વસ્ત્રો, ગાય, ગીતાની પોથી જેવી વસ્તુઓ ભગવાનની પૂજામાં શામેલ કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer