શું આ હતી હનુમાનજીની જ્ઞાતિ? જાણો તેનું રહસ્ય..

હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નારાયણે કહ્યું હતું કે ‘બજરંગબલી એક એવા દેવતા છે જે સ્વયં વનવાસી છે, ગીરવાસી છે દલિત છે વંચિત છે. સીએમ યોગીના આ બયાન પછી બ્રાહ્મણ સમાજ ખુબજ નારાજ થયો હતો. રાજસ્થાન બ્રહ્મણ સભાએ સીએમ યોગી પર ભગવાન ને જાતિમાં વહેચવાનો આરોપ લગાવ્યો અને કાનૂની નોટીસ મોકલી હતી.    

લખનૌ માં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું ‘ હું સ્પષ્ટ કરવા માંગું છું કે લોકો વિચારે છે કે ભગવાન રામની સેના માં વાનર, ભાલું, ગિદ્ધ હતા. આદિવાસી દ્વારા બોલવામાં આવતી ભાષામાં ‘ટીગ્ગા’ નો અર્થ વાનર થાય છે. તેથી મારું માનવું છે કે આદિવાસી સમુદાય થી અને અને તેને આ મોટી લડાઈ માં ભગવાન શ્રી રામનો સાથ આપ્યો હતો.

ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ એ દાવો કર્યો હતો કે હનુમાનજી ના દલિત હતા કે ના એસટી હતા એ આર્ય હતા. તેમનું કહેવું છે કે એ સમયે આર્ય જાતી હતી અને હનુમાનજી એ જાતી ના મહાપુરુષ હતા. તેમનું કહેવું છે કે ભગવાન રામ અને હનુમાનજીના સમય માં અહી કોઈ જાતી વ્યવસ્થા ના હતી. 

હવે જાણવું જરૂરી છે કે આખરે હનુમાનજી શું હતા?

પ્રાચીન કાળમાં દલિત, આદિવાસી, અનુસુચિત જનજાતિ જેવા શબ્દો ના હતા. કેન્દ્રીય મંત્રી સત્યપાલ એ કહ્યું કે તે આર્ય જાતિના છે તો એમનું આ કહેવું પણ ખોટું છે. હકીકતમાં આર્ય જાતીસુચક શબ્દ નથી, આર્ય નામની ક્યારેય કોઈ જાતી ના હતી. પ્રાચીન કાળ થી જ પ્રાચીન કાળથી આર્ય એને કહે છે જે જે વૈદિક પરમ્પરા ને માનતા હોય. એ પછી કોઈ પણ જાતી અથવા સમાજ નો વ્યક્તિ હોય શકે છે. આર્ય નો અર્થ થાય છે શ્રેષ્ઠ.

પ્રાચીનકાળમાં ‘ચાર વર્ણ’ જાતિઓની સંજ્ઞા થી નહોતા ઓળખાતા. એ વારનો નું શયન કોઈ પણ વ્યક્તિ પોતાની યોગ્યતાથી કરતા હતા, જેમકે વર્તમાનમાં કોઈને ડોકર બનવું હોય, સેનામાં જવું હોય, કે વેપાર કરવો હોય તો એ સ્વતંત્ર છે. એ જ રીતે એ કાળમાં પણ કોઈ વ્યક્તિ બ્રાહ્મણ . ક્ષત્રીય, વૈશ્ય અથવા શુદ્ર થવા પર સ્વતંત્ર હતા.

આખરે હનુમાનજી કઈ જ્ઞાતિના હતા?
પ્રાચીન કાલ માં લોકો હિમાલયની આજુબાજુ રહેતા હતા. વેદ અને મહાભારતમા જણાવેલ છે કે આદિકાળમાં મુખ્ય રૂપથી આ જાતિઓ હતી. દેવ, દૈત્ય, દાનવ, રાક્ષસ, યક્ષ, ગાંધર્વ, ભલ્લ, વસુ, અપ્સરા, પીચાશ, સિદ્ધ, મારુદગણ, કિન્નર, ચારણ, ભાટ, કિરાત, રીછ, નાગ, વિદ્યાધર,માનવ, વાનર, વગેરે..

માનવ અને વાનર ને અલગ લગ માનવામાં આવતા હતા. હનુમાનજી જયારે માનવ ના હતા. તો પછી તે માનવોની કોઈ પણ જાતી સાથે સબંધ નથી ધરાવતા. એવું માનવામાં આવે છે કે વર્તમાનમાં તેમની જાતિના લોકો લુપ્ત થઇ ગયા છે. હવે જ્યાં સુધી સવાલ આદિવાસી શબ્દનો છે તો એ સમજવું જરૂરી છે કે આદિવાસી માનવ પણ હોય છે અને વાનર માં પણ હોય છે. આડી નો અર્થ પ્રારંભિક માનવ અથવા વાનર નો સમું એવો થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer