જે હેલિકોપ્ટરમાં બિપીન રાવત સહીત 14 અધિકારી નું મૃત્યુ થયું તે સેનાનું સૌથી સુરક્ષિત MI-17V5 હેલિકોપ્ટર હતું, PM મોદી પણ કરે છે ઉપયોગ, જાણો તેની ખાસિયતો…

તમિલનાડુના કુન્નુરમાં એક મોટો અકસ્માત થયો છે. કુન્નૂરમાં એરફોર્સનું હેલિકોપ્ટર MI 17 V 5 ક્રેશ થયું છે , અહેવાલો અનુસાર, CDS બિપિન રાવત, તેમની પત્ની અને કેટલાક કર્મચારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હોવાના અહેવાલ છે.

જેમાં CDS જનરલ બિપીન રાવત સહિત 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અચાનક અકસ્માતનો ભોગ બનેલા આ પ્લેનને રશિયાથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને MI 17 v 5 એરક્રાફ્ટ એકદમ સલામત માનવામાં આવે છે. આમ છતાં પ્લેન ક્રેશ થવું એ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે.

એરફોર્સનું Mi 17 V5 ઘણી આધુનિક ટેક્નોલોજીથી બનેલું છે. તેનો ઉપયોગ ઘણી મહત્વપૂર્ણ સૈન્ય કામગીરીમાં કરવામાં આવ્યો છે. તે જ સમયે, 26/11માં પણ તેનો ઉપયોગ કમાન્ડો ઓપરેશનમાં થયો હતો. 2008ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન એનએસજી કમાન્ડોને આ હેલિકોપ્ટર દ્વારા કોલાબામાં આતંકીઓ સામે ઉતારવામાં આવ્યા હતા.

આ સિવાય તેનો ઉપયોગ 2016માં જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પર પાકિસ્તાની લૉન્ચ પેડ્સને નષ્ટ કરવા માટે પણ કરવામાં આવ્યો છે. હાલમાં ભારત પાસે 150થી વધુ Mi 17 V5 હેલિકોપ્ટર છે. છેલ્લું વિમાન રશિયાએ 2016માં ભારતને સોંપ્યું હતું.

આ રશિયન હેલિકોપ્ટર્સ સબસિડિયરી કંપની કઝાન હેલિકોપ્ટર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. કેબિનની અંદર અને બાહ્ય સ્લિંગ પર કાર્ગો પરિવહન કરવા માટે બનાવેલ છે. Mi-17V-5 એ વિશ્વના સૌથી અદ્યતન પરિવહન હેલિકોપ્ટરમાંથી એક છે.

તેને ટુકડી અને શસ્ત્ર પરિવહન, ફાયર સપોર્ટ, કાફલાની એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને સર્ચ-એન્ડ-રેસ્ક્યુ (SAR) મિશનમાં પણ તૈનાત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2013માં એરો ઈન્ડિયા શો દરમિયાન ભારતીય સંરક્ષણ મંત્રાલયે 12 Mi-17V5 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2008માં ભારતીય રક્ષા મંત્રાલયે રશિયા સાથે 80 એરક્રાફ્ટ માટે $1.3 બિલિયનનો કરાર કર્યો હતો. ભારતીય વાયુસેનાને તેની ડીલેવરી 2011માં શરૂ થય હતિ. હેલિકોપ્ટરનું મહત્તમ ટેકઓફ વજન 13,000 કિલો છે. તે આંતરિક રીતે 36 સશસ્ત્ર સૈનિકોને 4,500 કિલોગ્રામનો ભાર વહન કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer