સુરતના કાર્તિક જીવાણીએ UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ૮મુ સ્થાન મેળવ્યું, ગુજરાત પ્રથમ વખત ટોપ ૧૦માં..

કાર્તિક જીવાણી એ 2019માં પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે યુપએસસીની પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબ એ પ્રકારે હતું કે બંને વખતે માત્ર એક માર્ક માટે જ તે IAS થતાં રહી ગયો હતો.

તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું ias અધિકારી બનવાનું પૂર્ણ કર્યું છે.

સુરતના વરાછાના રહેવાસી કાર્તિક જીવાણીનો સમાવેશ થાય છે. કોચિંગ વગર કાર્તિક યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યો છે. પીપી સવાણી અને વરાછાની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યા બાદ કાર્તિકે આઈઆઈટી મુંબઈની મિકેનિકલ શાખામાંથી બી.ટેક કર્યું. તે પછી યુપીએસસીની તૈયારી શરૂ કરી.

મેં 2017 માં પ્રથમ વખત પરીક્ષા આપી, પણ સફળતા મળી નહીં. 2018 માં ફરી પ્રયાસ કર્યો. આ વખતે કાર્તિકને સફળતા મળી. કાર્તિકના પિતા ડો.એન.ડી.જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. યુપીએસસી ઉપરાંત કાર્તિકે ભારતીય વન સેવામાં ત્રીજો અને ભારતીય ઇજનેરી સેવામાં 101 મો ક્રમ મેળવ્યો છે.

કાર્તિક કહે છે કે આઠમા ધોરણ સુધી ગુજરાતીમાં અભ્યાસ કર્યા બાદ તેણે અંગ્રેજી માધ્યમમાં આગળનો અભ્યાસ શરૂ કર્યો. આ પછી, વિજ્ઞાનમાં સારા ગુણ મેળવ્યા પછી, મુંબઈ આઈઆઈટી માં પ્રવેશ લીધો. તેમાં સફળતા મળ્યા બાદ UPSC ની તૈયારી શરૂ કરી. બધી તૈયારી ઘરે જ થાય છે.

શું ભણવું, કેટલું ભણવું, તે અગાઉ નક્કી થયું હતું. રોજ આઠ કલાક અભ્યાસ કર્યા બાદ તેણે સફળતા હાંસલ કરી છે. માત્ર ઇન્ટરવ્યૂ માટે દિલ્હીના ક્લાસમાં જોડાયા. તે આખી રાત્રે વાંચતો હતો અને સવારે સૂતો હતો આ પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો હતો.

વિશેષ કરીને કાર્તિક જીવાણીના કહેવા પ્રમાણે જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી જાગતા રહેતા. જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી માતા અડધી રાતે પણ મારા માટે ચા બનાવી બનાવતા. અને તેના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer