જુઓ આતંકી હુમલાની તસવીરો : કાશ્મીરી પંડિત હત્યાકાંડમાં સામેલ આતંકી આદિલનું ઘર મળ્યું…

આપણે સૌ જાણીએ છીએ તેમ જમ્મુ કશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યાનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. પાકિસ્તાની આતંકવાદી અવારનવાર કશ્મીર પર હુમલો કર્યા કરતા હોય છે.જેમાં ત્યાંના પોલીસોનું કહેવું છે કે ટૂંક સમયમાં જેને પણ કાશ્મીર પંડિતોની હત્યા કરી છે તે આતંકવાદીઓની ઓળખ થઈ જશે અને તેઓને કડક સજા આપવામાં આવશે. આ વખતે તેમના કાર્યો સફળ થવા દેવામાં આવશે નહીં તેમ ત્યાંના પોલીસનું કેહવું છે..

જમ્મુ કાશ્મીરના અધિકારીઓનો કહેવું છે કે આદિલ વાની જે આતંકવાદી છે તેઓએ સોપિયાના એક ગામમાં સફરજનના બગીચામાં સુનિલકુમાર ભટ્ટની હત્યા કરી હતી અને ત્યારબાદ ત્યાંના કોઈ એક સ્થાનિક ઘરમાં છુપાઈને બેઠો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ તે પોલીસ ઉપર ગ્રેનેટ ફેંકીને ભાગી ગયો હતો..

ત્યાંના અધિકારીઓ જણાવે છે કે તેના પિતા અને તેના ત્રણ ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેના ઘરેથી હત્યારો નવજાતો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સુનિલકુમાર જેમની હત્યા કરાઈ હતી તેમના પિતરાઈ ભાઈએ વાનીને ઓળખી કાઢ્યો છે. તેણે સફરજનના બગીચામાં છુપાઈને સુનિલની હત્યા કરી હતી. અને ગોળીબાર કર્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે જાહેરાત કરી હતી કે તે ULPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) ની કલમ 2 (g) અને 25 અનુસાર આતંકવાદ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થાવર મિલકતોને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

ત્યાંના ડીજીપી દિલબાગ સિંહ જણાવતા કહે છે કે અહીં 15 મી ઓગસ્ટ શાંતિમય પસાર થઈ ગઈ છે અમરનાથ યાત્રા પણ શાંતિપૂર્ણ પસાર થઈ હતી. અહીંના સ્થાનિક લોકોએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. આમ સોપયા હત્યાકાંડમાં જે પણ આતંકવાદી સામેલ છે તેની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે અને કાર્યવાહી ચાલુ કરશે એવું જણાવ્યું હતું..

Leave a reply:

Your email address will not be published.

Site Footer