ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે. જ્યાં દરેક ધર્મના લોકો નિવાસ કરે છે. આજે અમે એક એવા જ મંદિર વિશે જણાવીશું જેના ચમત્કાર જોઇને દરેક લોકોનું માથું શ્રદ્ધા થી જુકી જાય છે. કહેવાય છે કે જો કોઈ ને કોઢ ની બીમારી હોય અને ક્યાય પણ તેનો ઈલાજ ના થઇ શકતો હોય તો આજે અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ રાજસ્થાનનું ટોંક જીલ્લામાં આવેલું ડીગ્ગી કલ્યાણ મંદિર છે. જેણે શ્રી જી ના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિરમાં ઘણા બધા લોકોએ પોતાની આંખોથી ચમત્કાર જોયો છે. ઘણા પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક વાર એક પરી ના શ્રાપ થી ડીગ્ગીના રાજા ડીગવાને કોઢની બીમારી થઇ હતી. તેનાથી છુટકારો મેળવવા માટે તેણે ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી. કહેવાય છે કે એ સમયે એક આકાશવાણી થઇ જેમાં કહેવાયું કે સમુદ્ર કિનારે એક મૂર્તિ મળશે.
તેને લાવીને તેની પૂજા કરવી અને તેનાથી તેની બીમારી સારી થઇ જશે. આદેશ અનુસાર રાજાએ એવુજ કર્યું. જ્યાં તેણે રથમાં મૂર્તિ રાખી અને તેને ડીગ્ગી લઇ આવ્યા. અને જે જગ્યા પર વર્તમાનમાં મંદિર બનેલું છે ત્યાં જ રથ રોકાઈ ગયો. એ સ્થાન પર રાજા ડીગવા એ મંદિરની સ્થાપના કરાવી.
કહેવાય છે કે મૂર્તિના દર્શન કર્તાની સાથે જ રાજાની બીમારી દુર થઇ ગઈ હતી. ત્યાર બાદ વર્ષ ૧૫૨૭ માં મેવાડના તત્કાલીન રાજા સંગ્રામ સિંહએ મંદિરનો જીર્નોદ્વાર કરાવ્યો હતો. દર મહિનાની પુનમના દિવસે આજે પણ ત્યાં મેલો લાગે છે. જ્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ ભાગ લે છે.