ભારત ના અનોખા મંદિર ની કડી માં આજે અમે તમને બતાવશું એક એવા મંદિર વિશે જે મંદિર માં એક અનોખી પરંપરા છે.
પાછળ ના અમુક દિવસો પર આ વાત પર ખુબ હંગામો કરતા હતા કે અમુક મંદિર માં મહિલાઓ ના પ્રવેશ પર રોકે છે કેમ ? પરંતુ હિમાચલ માં સ્થિત શ્રી કોટિ માતા મંદિર માં મહિલાઓ ને પ્રવેશ માં રોકે એવી કોઈ વાત નથી. આ મંદિર માં તો એક ખુબ જ અનોખો નિયમ છે.
આવો તમને બતાવીએ આ અનોખા મંદિર નો અનોખો નિયમ વિશે.
હિમાચલ પ્રદેશ આપણા દેશ ની દેવભૂમિ છે. અહિયાં દેવી ના ખુબ મંદિર છે અને બધા મંદિર માં અલગ અલગ અનોખી પરંપરા છે.
હિમાચલ ના ગાઢ જંગલ માં સ્થિત શ્રી કોટિ માતા નું મંદિર પણ એવી જ એક અનોખી પરંપરા માટે પ્રસિદ્ધ છે. બધા મંદિર માં પતિ પત્ની ને એક સાથે પૂજા અર્ચના અને દર્શન કરવા માટે કહેવાય છે. જોડી ની સાથે કરવામાં આવેલી પૂજા અર્ચના નું ફળ પણ વધારે મળે છે. પરંતુ આ મંદિર માં એકદમ ઉલટી પરંપરા છે. આ મંદિર માં પતિ પત્ની ને એક સાથે માતા ની પૂજા અર્ચના કરવાની પરવાનગી નથી. પતિ પત્ની મંદિર માં એક સાથે આવી તો શકે છે પરંતુ પૂજા અને દર્શન બંને અલગ અલગ કરે છે.