ચાલો જાણીએ કે શ્રીકૃષ્ણને મોરપીંછ, વાંસળી અને કદંબવૃક્ષ પ્રિય શા માટે છે?

મોરપીંછ મોરપીંછ રાધાના પ્રેમનું પ્રતીક મનાય છે. રાધાને મોર અતિ પ્રિય હતો. આથી તેણે પિતાના બગીચામાં અસંખ્ય મોરને પાળ્યા હતા. કૃષ્ણ જ્યારે અહીં આવી વાંસળી વગાડતા ત્યારે રાધા ભાવવિભોર બની નૃત્ય કરતી. આ સમયે મોર પણ રાધા સાથે ભાવવિભોર બની નૃત્ય કરતા હતા.

રાધાને મોર અતિ પ્રિય હોવાનું કારણ એટલું જ કે મોર નખશિખ બ્રહ્મચારી અને વાસનારહિત પક્ષી છે, માટે. મોરના આ ગુણને લીધ રાધાને મોર સાથે આત્મીયતા બંધાઇ ગઇ હતી. કૃષ્ણ રાધાનો મોરપ્રેમ જોઇ અતિ પ્રસન્ન થયા. એક દિવસ વાંસળીના સૂર સાથે લીન થઇને નૃત્ય કરતી રાધા ભાન ભૂલી ગઇ. વાંસળી અટકી ગઇ, પણ રાધા અને મોરનું નૃત્ય ન અટકે. આ સમજાયું યે શ્રીકૃષ્ણએ રાધાને રોકી. નૃત્ય દરમિયાન મોર પંખમાંથી અનેક મોરપીંછ ખરી પડ્યાં હતાં.

નીચે પડેલા પીંછમાંથી એક મોરપીંછ હાથમાં લઇ શ્રીકૃષ્ણએ કહ્યું: ‘રાધા! આ મોરપીંછને મારા મસ્તકના મુકુટ પણ ધારણ કરાવી દે. આ મોરપીંછ તારા વિશુદ્ધ પ્રેમનું પ્રતીક છે. હું તેને સદૈવ મારા મસ્તક પર ધારણ કરીશ. મોરપીંછ વગર મારો શગાર અધૂરો ગણાશે.’ આવી રીતે રાધાના શુદ્ધ પ્રેમના પ્રતીકરૂપે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું અને રાધાના પ્રેમને ઉચ્ચત્તમ સ્થાન આપ્યું. વાંસળી શ્રીકૃષ્ણને વાંસળી અતિ પ્રિય છે.

કથા કહે છે કે વૃંદાવનના પ્રત્યેક વૃક્ષ કૃષ્ણને કહેતા અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. એક કૃષ્ણએ તમામની પરીક્ષા કરવા કહ્યું મારે શુભ હેતુસર તમારી એક એક શાખાની જરૂર છે. આ સમયે તમામ વૃક્ષએ નારાજગી વ્યક્ત કરી, પણ વાંસના વૃક્ષે કહ્યું: ‘કૃષ્ણ! હું ખુશીથી આપને સમર્પિત થાઉં છું. આપ મારી શાખાનું વિચ્છેદન કરો.’ શ્રીકૃષ્ણએ તરત જ એક ટુકડો કાપ્યો. પોતાની જાતે સુંદર કોતરણી કરી તેના પર સાત છિદ્રો કરી એક વાદ્ય બનાવ્યું, પછી તેમાં ફૂંક મારી સાત સૂર વહેતા મૂક્યા.

વાંસનો સમર્પણભાવ જોઇ કૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું: ‘હે વાંસ! મારું બનાવેલું આ વાદ્ય તારો જ અંશ હોવાથી તેનું નામ આજથી ‘વાંસળી’. તારા સમર્પણના પ્રતીકરૂપે આજથી હું વાંસળી સદૈવ મારી સાથે જ રાખીશ.’ ત્યારબાદ કૃષ્ણ દરરોજ કદંબવૃક્ષની ડાળ પર બેસીને વાંસળી વગાડતા. તેના સૂરમાં ગોપીઓ સહિત સમગ્ર પ્રકૃતિ એકરૂપ થઇ જતી.

કદંબવૃક્ષ જ્યારે નંદબાબાએ ગોકુળમાંથી વૃંદાવનમાં સ્થળાંતર કર્યું ત્યારે આ કદંબવૃક્ષનાં મજબૂત લાકડાંનો ઉપયોગ આવાસો બનાવવા માટે કર્યો હતો. વળી, આ જ કદંબવૃક્ષની ડાળી પર હીંચકો બાંધી કૃષ્ણ મિત્રો સાથે હીંચતા હતા. આ જ વૃક્ષના સહારે તેમણે યમુનાજળમાં સ્નાન કરતી નગ્ન ગોપીઓનું ચીરહરણ કરી તમામને ફરી આમ નહીં કરવા સોગદં લેવડાવ્યાં હતાં. શ્રીકૃષ્ણનું આ પહેલું ક્રાંતિકારી કર્મ હતું. જેમાં કદંબવૃક્ષનો પણ સહયોગ હતો. માટે કદંબ તેમનું પ્રિયવૃક્ષ બની ગયું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer