માં ભગવતીની આરાધના અને તેના મહત્વ વિષે ખુબ ઓછા લોકો જાણતા હશે, જાણો કેવી રીતે માં કરે છે મનુષ્યનો ઉદ્ધાર

ભગવાન વેદસ શ્રી વિષ્ણુનાં અંશ છે. પારાસર ઋષિ તેમના પિતા અને સત્યવતી દેવી તેમના માતા છે. વ્યાસજી એ અઢાર પુરાણોની રચના કરી, જેમાં શ્રી દેવી પુરાણ શ્રીમદ્ દેવી ભાગવતની પણ રચના કરી છે. આ દેવી ભાગવતનું આસો, ચૈત્ર, વૈશાખ, જેઠમાસ તથા નવરાત્રીના દિવસોમાં વાંચન, શ્રવણનું વિશેષ મહત્વ છે.

નવરાત્રી પર્વમાં અનુષ્ઠાન કરનારને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પરમતત્વની માતૃરૂપમાં આરાધના કરવામાં આવી છે. અદ્ભુત અનંત માતૃ સ્વરૃપમાં પરમતત્વ સ્વયં પ્રગટ છે. આ સ્વરૃપમાં પરમાત્માની ઉપાસના અત્યંત મહત્વપૂર્ણ છે.

દરેક સંતાન માટે માતા જ સૌથી વધારે નજીક અને સહજ પ્રેમ- સ્નેહ વરસાવનારી હોય છે. મા- એ વાત્સલ્યની અમૃતધારા છે. માં-આદ્યશક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જેની આરાધના કરે છે. જે સૃષ્ટિ કાળમાં સર્ગશક્તિ, સ્થિતિકાળમાં પાલનશક્તિ અને સંહારકાળમાં રૃદ્રશક્તિના રૃપમાં રહે છે.

મનુષ્યો માટે સર્વ મનોકામના પૂર્તિ, સમસ્ત વિઘ્નોનો નાશ, સિદ્ધિ- સફળતા- તત્વજ્ઞાાન- વૈરાગ્યની પ્રાપ્તિ- ધન- દોલત- પુત્ર- પૌત્રાદી સુખોની પ્રાપ્તિ માતાની આરાધનાથી સહજ પ્રાપ્ત થઈ જાય છે, જેમાં લેશમાત્રનો પણ સંદેહ નથી. ભગવાન વેદવ્યાસ શ્રી વિષ્ણુનાં અંશ છે.

પારાસરઋષિ તેમના પિતા અને સત્યવતીદેવી તેમના માતા છે. વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી, જેમાં શ્રી દેવી પુરાણ શ્રીમદ્ દેવી ભાગવતની પણ રચના કરી છે. આ દેવી ભાગવતનું આસો, ચૌત્ર, વૈશાખ, જેઠમાસ તથા નવરાત્રીના દિવસોમાં વાંચન, શ્રવણનું વિશેષ મહત્વ છે.

નવરાત્રી પર્વમાં અનુષ્ઠાન કરનારને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ શ્રવણ કરનારને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળનો અધિકારી બને છે. નિષ્કામ ભાવે કથાનો પાઠ, શ્રવણ કરનાર મનુષ્ય પરમ પવિત્ર બની સંસાર ચક્રથી મુક્ત થઈ અંતે મા- ભગવતીના પરમધામને પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસના પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે, તે સંદર્ભમાં જોતા ભગવાન શ્રી નારાયણને દેવર્ષિ નારદ પ્રશ્ન પૂછે છે, કે દેવી આરાધનાનું શ્રેષ્ઠ સ્વરૃપ કયું ? ક્યા પ્રકારની ઉપાસના કરવાથી દેવી પરમપદ્ પ્રદાન કરે છે ? અને મનુષ્યનો ઉદ્ધાર કરે છે ? શ્રી નારાયણ, નારદજીને કહે છે- ધર્મને અનુરૂપ આરાધના કરવાથી ભગવતી દુર્ગા સ્વયં પ્રસન્ન થાય છે અને તે ભયંકર સંકટ, દુ:ખ, દરિદ્ર, દુર કરી મનુષ્યનું રક્ષણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer