આપણા દેશમાં ઘણા મંદિરો છે જેમાં સમય-સમય પર દૈવીય ચમત્કારોના ઘણા પ્રકાર જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ ચમત્કારોને લીધે લોકોની ભગવાન તરફ શ્રદ્ધા બની રહે છે. ઘણી વખત લોકોએ આ ચમત્કારોમાં વિવિધ પ્રકારની શક્તિનો અનુભવ કર્યો છે. આજે એક એવા જ મંદિર વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે સાંભળી તમારું માથું પણ શ્રધ્ધાથી જુકી જશે. આ ચમત્કાર થાય છે ઈંડાણા માતાના મંદિરમાં જે સલુંમ્બરથી ૨૫ કિલોમીટર દુર છે. કહેવાય છે કે ઈંડાણા માતા મંદિરમાં અગ્નિ થી સ્નાન કરે છે. કહેવાય છે કે જયારે માં પ્રસન્ન થાય છે ત્યારે આગની લપેટ તેને ઘેરી લે છે.
અદભુત વાત તો એ છે કે આ આગ વિકરાળ રૂપ ધારણ કરી લે છે. તેની લપેટ લગભગ ૨૦ ફૂટ સુધી ફેલાયેલી હોય છે તેમ છતાં માતાનો શૃંગાર એવો ને એવો જ રહે છે. આ ચમત્કારને જોઇને લોકો શ્રદ્ધા થી પોતાનું માથું નમાવી દે છે. આ બાબતે મંદિરના પૂજારીનું કહેવું છે કે દેવી માં મહિનામાં એક અથવા બે વાર અગ્નિ થી સ્નાન કરે છે, અને એ દરમિયાન માતાના વસ્ત્રો બળેલા જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે માતાએ વસ્ત્રો અગ્નિમાં જ છોડી દીધા છે. એટલે જ અહિયાં માતા નો ખુબ જ ભાવ રહે છે. અને ભક્તો ની લાઈનો પણ ખુબ જોવા મળે છે. અહિયાં ઘણા પ્રકારના લોકો એવા છે જે પોતે આ વસ્તુ માં વિશ્વાસ ન કરતા હોય પણ આ સત્ય હકીકત છે.
એવું પણ કહેવામાં આવે છે કે આગના કારણે જ આજ સુધી આ મંદિરનું નિર્માણ હજી સુધી પૂર્ણ નથી થયું. જે ભક્તોની મનોકામના પૂરી થઇ જાય છે તે લોકો અહી ત્રિશુલ ચડાવીને જાય છે. આ મંદિર માં લોકો ખુબ જ પોતાની શ્રદ્ધા થી અહિયાં માતા ની પૂજા અર્ચના કરે છે. અને માતા પણ લોકો ની બધી મનોકામના પૂરી કરે છે. અને માતા ના પણ આ અદભુત ચમત્કાર જોઇને લોકોની ખુબ જ લાંબી ભીડ જોવા મળે છે. સાથે જ અહિયાં માતા પોતે અગ્નિ માં સ્નાન કરે છે.