ભારત દેશની અંદર વિવિધ દેવી-દેવતાઓના લાખો મંદિરો આવેલા છે, અને આ દરેક મંદિર પોતાની ભવ્યતા માટે પ્રખ્યાત છે. ભારત દેશની અંદર અનેક એવા મંદિરો આવેલા છે કે જે સોનામાંથી બનાવેલા છે. પરંતુ અમે જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે મંદિર વિશ્વનું સૌથી મોટામાં મોટું ગોલ્ડન ટેમ્પલ માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું આ સુવર્ણ મંદિર ૧૫૦૦૦ કિલો શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવેલું છે. તો ચાલો જાણીએ આ મંદિર વિશે.
તામિલનાડુના વીલોર નગરની અંદર આવેલું માતા લક્ષ્મીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો સોનામાંથી બનાવવામાં આવેલું છે, અને સાથે-સાથે આ મંદિરના નિર્માણ ની અંદર ૩૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયેલો છે. આ મંદિરનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૦૭ ની અંદર કરવામાં આવ્યું છે. અને આ મંદિર વિશ્વનું સૌથી પહેલું એવું સુવર્ણ મંદિર છે કે, જેની અંદર આટલા બધા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ મંદિરની આંતરિક અને બાહ્ય સજાવટ ની અંદર શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે આ મંદિર ઉપર કૃતિમ રોશની દ્વારા સ્વર્ગની અનુભૂતિ થાય તેનો કંઈક નજારો પેશ કરવામાં આવે છે. જેને જોવા માટે ભક્તો દૂરદૂરથી ઉમટી પડે છે. તમિલનાડુ ની અંદર આવેલું આ મંદિર અંદાજે સો એકર કરતાં પણ વધુ જગ્યા ની અંદર ફેલાયેલું છે અને આ મંદિરની ચારેય બાજુ હરિયાળી ફેલાયેલી છે.
આજના સમયમાં તામિલનાડુ ની અંદર આવેલું માતા લક્ષ્મીનું આ મંદિર માતા લક્ષ્મીના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનીને રહી ગયું છે. અને અંદાજે આ મંદિરની અંદર એક લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ મંદિરની અંદર એક સરોવર બનાવવામાં આવ્યું છે. અને આ સરોવરની અંદર ભારત દેશની દરેક પ્રમુખ નદીઓમાંથી પાણી લાવી અને રાખવામાં આવે છે. અને આ સરોવરને સર્વ તીર્થમ સરોવર નામ આપવામાં આવ્યું છે.
આમ તામિલનાડુ ની અંદર આવેલુ આ માતા લક્ષ્મી નું મંદિર જોતા જ લોકોને સ્વર્ગની અનુભૂતિ થાય છે. અને અહીંયા લાખો ભક્તો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને આ મંદિરની ચકાચોંધ નિહાળવા માટે દૂર દૂરથી આવતા હોય છે.