મિથુનની પુત્રવધુ મદાલસા શર્મા બની ચુકી છે કાસ્ટિંગ કાઉચનો શિકાર, દુઃખ વ્યકત કરતા કહ્યું- મિટિંગ માં એવી હરકતો થાય છે કે….

ઘણીવાર ફિલ્મી જગતમાંથી કાસ્ટિંગ કાઉચની ઘણી વાતો બહાર આવે છે. ઘણી અભિનેત્રીઓને પોતાનું કરિયર બનાવવામાં આ પીડામાંથી પસાર થવું પડે છે.

કાસ્ટિંગ કાઉચના દર્દમાંથી ઘણી બધી અભિનેત્રીઓ પસાર થઈ ગઈ છે. અનુપમા સીરીયલની કાવ્યા એટલે કે મદાલસા શર્મા પણ તેમાંથી બાકાત નથી આ વિશે જણાવતા કહ્યું છે કે તે પણ કાસ્ટિંગ કાઉચના દર્દ માંથી પસાર થઈ ગઈ છે. તેના જીવન વિશે વાત કરીએ તો તે અસલમાં ખૂબ જ બબલી છે તે તેના રોલને ખૂબ જ એન્જોય કરે છે.. પરંતુ તેને આ ફિલ્મી દુનિયાના કાળા સત્યનો પણ સામનો કર્યો છે.

મદાલસા શર્માનું કાસ્ટિંગ કાઉચL: અનુપમા સિરિયલની કાવ્યા એટલે કે મદાલસાને તો તમે બધા ઓળખો જ છો. તે બોલીવુડના સ્ટાર મિથુન ચક્રવર્તી ની વહુ છે. મદાલસાએ થોડા સમય પહેલા જ તેની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ જગતમાં છોકરો અને છોકરી બંને ખતરનાક છે.

કોઈના ઉપર જલ્દીથી વિશ્વાસ કરવો જોઈએ નહિ.. ઘણા બધા લોકો તમારામાં રસ દાખવે છે પરંતુ એક અભિનેત્રી કે અભિનેતા તરીકે છેલ્લી પસંદગી તમારી જ હોવી જોઈએ.. જેને લઈને તમે સરળતાથી ખરાબ લોકોથી છુટકારો મેળવી શકો.

આ વિશે વધારે વાત કરતા તેને જણાવ્યું હતું કે તમારે શું કરવું છે એ ફક્ત તમારા પર જ નિર્ભર હોય છે લોકો તમને ઉશ્કેરી શકે છે પરંતુ સ્વતંત્ર થી તમામ નિર્ણયો લેવાનો હક માત્ર તમારો જ છે. મને ઘણા લોકો અનકમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો મોકો શોધતા હોય છે પરંતુ હું તેવા લોકોને નજર અંદાજ કરું છું અને ત્યાંથી નીકળી જાઉં છું..

મદાલસા શર્માએ વધુમાં કહ્યું હતું કે મને જવાથી કોઈ રોકી શકે તેમ નથી અને ન તો મને જવા દેવાની કોઈની હિંમત છે. હું અહીં એક અભીનેત્રી તરીકે આવી છું.હું મારું કામ કરું છું અને નીકળી જાઉં છું.તમારા જીવન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે તમારા હાથમાં છે. કોઈ તમારા જીવન પર કબજો કરી શકશે નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer