મહાભારત અને રામાયણ કાળના આ લોકો આજે પણ છે જીવિત, જાણો ક્યાં છે…

મહાભારત ના યુદ્ધ પછી ઘણા યોદ્ધા બચી ગયા હતા. મહાભારત ના યુદ્ધ ની પાછળ કૌરવો ની બાજુ થી ૩ અને પાંડવો ની બાજુ થી ૧૫ એટલે કે કુળ ૧૮ યોદ્ધા જ જીવિત બચ્યા હતા જેનું નામ છે – કૌરવ ના : કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા જયારે પાંડવો ની બાજુ થી યુયુત્સુ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, કૃષ્ણ, સાત્યકિ વગેરે.

પરંતુ અમે અહિયાં જણાવી રહ્યા છીએ એવા પાંચ લોકો ના નામ જે મહાભારત કાળ માં અને આજે પણ છે. ૧. મહર્ષિ વેદ વ્યાસ મહર્ષિ વેદ વ્યાસ નું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તે પરાશર ઋષિ અને સત્યવતી ના પુત્ર હતા. વેદો ના ભાગ કરવાના કારણે એને વેદ વ્યાસ કહેવામાં આવ્યા.

એમણે જ મહાભારત ગણેશજી સાથે લખાવેલી હતી. તે ૨૮ માં વેદ વ્યાસ હતા. ધ્રુતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ને મહર્ષિ વેદ વ્યાસ ના જ પુત્ર માનવામાં આવે છે. ૨. મહર્ષિ પરશુરામ એમ પરશુરામ તો રામાયણ ના કાળ ની પહેલા થી જ જીવિત છે. એના પિતા નું નામ જમદગ્નિ અને માતા નું નામ રેણુકા હતું.

રૂચિક-સત્યવતી ના પુત્ર જમદગ્નિ, જમદગ્નિ-રેણુકા ના પુત્ર પરશુરામ હતા.રામાયણ માં પરશુરામ નો ઉલ્લેખ ત્યારે મળે છે જયારે ભગવાન શ્રી રામ સીતા સ્વયંવર ના મૌકા પર શિવ નું ધનુષ તોડી નાખે છે ત્યારે પરશુરામ આ જોવા માટે સભા માં આવે છે કે આખરે આ ધનુષ કોણે તોડ્યું.

૩. મહર્ષિ દુર્વાસા મહર્ષિ દુર્વાસા વિશે તો બધા જાણે છે કે તે કેટલા ક્રોધિત ઋષિ છે. રામાયણ અનુસાર મહર્ષિ દુર્વાસા રાજા દશરથ ના ભવિષ્યવક્તા હતા. એમણે રઘુવંશ માટે ખુબ ભવિષ્યવાણીઓ પણ કરી હતી. બીજી બાજુ મહાભારત માં મહર્ષિ દુર્વાસા કુંતી ને મંત્ર આપે છે તો દ્રોપદી ની પરીક્ષા લેવા માટે એમના દશ હજાર શિષ્યો ની સાથે એની ઝુંપડી પહોંચ્યા હતા.

એક જગ્યા એ તે કૃષ્ણ ના પુત્ર સામ્બ ને શ્રાપ આપતા પણ જોવામાં આવ્યા છે. મહાભાર કાળ માં પણ એને હોવાની ચર્ચા ઘણી જગ્યા પર કરવામાં આવી છે.એને પણ ચિરંજીવી હોવાનું વરદાન પ્રાપ્ત છે. ૪. જામવંત પરશુરામ અને હનુમાન થી પણ લાંબી ઉમર છે. અગ્નિ પુત્ર જામવંતજી નો જન્મ સતયુગ માં રાજા બલી ના કાળ માં થયો હતો.

જામવંત ત્રેતાયુગ રામ ની સાથે હતા અને દ્વાપર યુગ માં શ્રી કૃષ્ણ ના સસુર બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ને સ્યમંતક મણી માટે જામવંત ની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. જયારે શ્રી કૃષ્ણ યુદ્ધ જીતી રહ્યા હતા તો જામવંત ને આશ્ચર્ય થયો એમણે ત્યારે એમના પ્રભુ શ્રી રામ ને બોલાવ્યા અને એનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ ને એમના રામસ્વરૂપ માં આવવું પડ્યું.

૫. હનુમાનજી સર્વશક્તિશાળી અને ભક્તો ના કૃપાળુ હનુમાનજી ના કારણે જ રામ અને રાવણ યુદ્ધ માં શ્રી રામજી એ વિજય પ્રાપ્ત કર્યો હતો. એના પ્રતાપ તો ચારેય યુગો માં છે. તે ત્રેતાયુગ માં શ્રી રામ ના સમયે પણ હતા અને દ્વાપર માં શ્રી કૃષ્ણ ના સમયે પણ હતા. ખુબ ઘણા લોકો જાણતા હશે કે મહાભાર ના યુદ્ધ માં શ્રી હનુમાનજી ના કારણે જ પાંડવો ને વિજય મળ્યો હતો અર્જુન અને શ્રી કૃષ્ણ ને એમણે એની રક્ષા નું વચન આપ્યું હતું ત્યારે તો તે એના રથ ના ધ્વજ પર વિરાજમાન થઇ ગયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer