મહાભારત કાળ દરમિયાન અને મહાભારતના ૧૮ દિવસ સુધી ચાલે યુધ્ધમાં અમુક બનાવ એવા બન્યા હતા. જે આપણે કલ્પનામાં પણ ના વિચારી શકીએ અને એ વાતો પર ભરોસો કરવો શક્ય નથી. એટલા માટે આજે પણ ઘણા લોકો મહાભારતને કાલ્પનિક વાત કે કથા ગણાવે છે. પણ એવું નથી આજે અમે તમને એવી જગ્યાઓ વિષે માહિતી આપીશું જે જગ્યાઓ એ આજે પણ હાજર છે અને એ જગ્યાઓ સાક્ષી રહી છે મહાભારતના યુદ્ધની.
૧. આ જગ્યા છે મહાભારતનો એક પ્રાચીન કૂવો. કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી હતી અને અભિમન્યુનો વધ થયો હતો એ વાત તો આપણે ટીવી અને કથાઓમાં વાંચતા અને સાંભળતા જ હોઈએ છીએ. હા તો આ કૂવો એ જ છે જ્યાં કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી હતી. આ કૂવો એ કુરુક્ષેત્રથી છ કિલોમીટર દૂર આવેલ છે. અહિયાં લોકો પૂજા કરવા માટે આવતા હોય છે.
૨. ગીતા ઉપદેશ મંદિર આ જગ્યાને જ્યોતીસાર તીર્થના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જગ્યાએ એ જગ્યા છે જ્યાં મહાભારતના યુદ્ધ પહેલા જ્યારે અર્જુન એ પોતાનું ધનુષ નીચે મૂકી દે છે અને પોતાના પરિવારજનોની સાથે લડવા માટે ના કહે છે ત્યારે ભગવાન કૃષ્ણ એ અર્જુનને ગીતા કહે છે. હા આ એ જ જગ્યા છે જ્યાં ૫૦૦૦ વર્ષ પહેલા વડના ઝાડની નીચે ભગવાન કૃષ્ણને અર્જુનને ગીતા કહી હતી. અહિયાં આવેલ વડની પરિક્રમા કરવી એ બહુ સારી વાત છે તમારા જીવનની અનેક સમસ્યા દૂર થઈ જશે. આ વડ એ ઘણાબધા પક્ષીઓ અને ખિસકોલીઓ રહે છે. અહિયાનું વાતાવરણ તમને એક અનોખી શાંતિની અનુભૂતિ કરાવશે.
૩. મહાભારતના યુદ્ધ પહેલા જ્યારે ભીમ એ હનુમાનજીને મળે છે અને હનુમાનજી એ તેમને મહાભારતના યુધ્ધમાં સફળ થવાના આશીર્વાદ આપે છે. આ જગ્યાએ જગ્યા છે જ્યાં હનુમાનજી અને ભીમની મુલાકાત થઈ હતી. આ જગ્યા એ ઉત્તરાખંડમાં જોશીમડી નામની જગ્યાથી ૨૫ કિલોમીટર દૂર આવેલ છે. આ જગ્યાને હનુમાન ચટ્ટીના નામથી ઓળખવામાં આવે છે.
૪. મહાભારતનું યદ્ધ એ કયા કારણથી થયું એ તો આપણે જાણીએ જ છીએ પણ એની પહેલા જ્યારે કૌરવોએ શકુનિ મામાની ચાલાકીથી પાંડવોને જુગારમાં હરાવી દે છે. અને જુગારમાં પાંડવો એ પોતાનું સર્વસ્વ રાજપાઠ અને પોતાની પત્ની એટલે કે દ્રોપદીને પણ હારી જાય છે. ત્યારે પાંડવો એ બહુ દુઃખી થઈ જાય છે. અર્જુન શ્રીકૃષ્ણને આ વાત જણાવે છે અને શ્રીકૃષ્ણ એ અર્જુનને આ જગ્યાએ ભગવાન શિવનું ધ્યાન કરવા માટે કહે છે અને આ જગ્યા એ જગ્યા છે જ્યાં અર્જુન એ તપ કરે છે. અર્જુનના તપથી પ્રભુ શિવ એ અર્જુનને પશુપતિ અસ્ત્ર આપે છે. આ જગ્યાને મનાલી અર્જુન ગુફા તરીકે ઓળખવામાં આવે છે.
૫. બિહારના રાજગૃહમાં કંસના સસરાનો અખાડો આવેલ છે. જરાસંઘના અખાડામાં ભગવાન શ્રીક્રુષ્ણના કહેવાથી ભીમે તેમનો વધ કર્યો હતો આ એ જ જગ્યા છે. હવે બિહાર જવાનું થાય તો એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લેજો.
૬. લાક્ષાગૃહમાં લાગેલ આગમાંથી જ્યારે પાંડવો બચી જાય છે અને ફરતા ફરતા એક સમયે ભીમ અસને હિડિંબાના લગ્ન થાય છે. તેમના બંનેનો પુત્ર ઘટોત્કચ હતો જેણે કૌરવોને યુધ્ધમાં માત આપી હતી. આ જગ્યાએ જગ્યા છે જ્યાં ભીમ અને તેમનો પુત્ર એ શતરંજની રમત રમતા હતા. તમે અહિયાં મોટા મોટા શતરંજના મહોરા જોઈ શકો છો. આ જગ્યા એ નાગાલેન્ડમાં દીમાપુરમાં આવેલ છે.
૭. બરનાવા આ જગ્યા એ છે જ્યાં બેસીને દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં બાળી દેવાની યોજના બનાવી હતી. આ જગ્યા એ ઉત્તરપ્રદેશમાં બાગપત જીલ્લામાં આવેલ છે. અહિયાં દેખાઈ રહેલી સુરંગ એ જ સુરંગ છે જેમાંથી પાંડવો લાક્ષાગૃહમાંથી બચીને નીકળ્યા હતા.
૮. જ્યારે મહારાજ પાંડુ એ પોતાનું રાજપાઠ છોડીને પોતાની બંને પત્ની સાથે અહિયાં રહેવા લાગ્યા હતા અને તેઓ અહિયાં તપ પણ કરતા હતા. એક માન્યતા તો એ પણ છે કે અહિયાં આ જ જગ્યાએ પાંચ પાંડવોનો જન્મ થયો હતો. આ જગ્યાને પાંડુકેશ્વાર નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યાએ એક સુંદર ગામ અને એક સારું માર્કેટ પણ આવેલ છે. જો તમે બદ્રીનાથ દર્શન કરવા જાવ તો એકવાર આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો.
૯.મહાભારતએ વ્યાસ મુનિએ ગણેશજી પાસે લખાવ્યું હતું. આ જગ્યા એ ગુફા છે જ્યાં ગણેશજી એ મહાભારત લખ્યું હતું.ઉત્તરાખંડના બદ્રીનાથથી ૩ કિલોમીટર દૂર આવેલ છે આ ગામ છે. આ જગ્યાને વ્યાસમુનિ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. અહિયાં બે ગુફાઓ આવેલ છે. આ બે ગુફામાં એક ગુફામાં વ્યાસજી અને બીજી ગુફા એ ગણેશજીની છે. આ જગ્યાને વ્યાસપોથીના નામથી ઓળખવામાં આવે છે.
૧૦. કંસનો મહેલ એ યમુના નદી પાસે આવેલ છે. આ એ જ જગ્યા છે જ્યાં કૃષ્ણ જન્મ પહેલા થયેલા બાળકોનો અહિયાં વધ કરવામાં આવ્યો હતો. આ જગ્યાને કૃષ્ણના મામાનું ઘર પણ છે અને આ જગ્યા એ બાંધવામાં આવેલ કિલ્લાનું બાંધકામ એ બહુ સુંદર હતું. આ જગ્યાએ કૃષ્ણ જન્મને રોકવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી.
આ દસ એવી જગ્યાઓ છે જે તમને આજે પણ મહાભારતની યાદ અપાવશે. આ જગ્યાઓ એ મહાભારતના યુદ્ધની સાક્ષી છે.