મહાભારત ખાલી એક ધર્મગ્રંથ જ નહિ પરંતુ એક ઈતિહાસ છે. આમાં ઉલ્લેખ થયેલા સ્થાનો અને ત્યાં બનેલી ઘટનાઓ ના સાક્ષી આજે પણ સમયે સમયે મળતા રહેતા હોય છે. આજે અમે તમને મહાભારત માં વર્ણ થયેલી કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું, જેને આજના સમય માં આ નામો થી ઓળખવામાં આવે છે, તો ચાલો શરુ કરીએ.
૧. વૃંદાવન
મહાભારત માં જે જગ્યા પર ભગવાન કૃષ્ણ નું બાળપણ પસાર થયું તે જગ્યા આજે પણ વૃંદાવન ના નામ થી જ ઓળખાય છે.
૨. ઇન્દ્રપ્રસ્થ
મહાભારત માં જે જગ્યા ને ઇન્દ્રપ્રસ્થ બતાવવામાં આવી છે, તેને આજે ભારત ની રાજધાની દિલ્લી ના નામ થી ઓળખવામાં આવે છે.
૩. પાંચાલ
મહાભારત માં પાંચાલ નરેશ ની પુત્રી નું નામ પાંચાલી હતું, જેના વિવાહ પાંડવો સાથે થયા હતા. આ સ્થળ હિમાચલ પ્રદેશ અને ચંબા અણદી ની વચ્ચે સ્થિત છે.
૪. હસ્તિનાપુર
મહાભારત માં સૌથી વધારે વર્ણન જે સ્થળ નું કરવામાં આવ્યું છે તે કોઈ બીજી જગ્યા નહિ પરંતુ હસ્તિનાપુર જ છે. આજ ના સમય માં તેને ઉત્તર પ્રદેશ ના મેરઠ શહેર ના નામથી ઓળખવામાં આવે છે.
૫. તક્ષશિલા
મહાભારત કંધાર પ્રદેશ ની રાજધાની તક્ષશિલા હતી. આજે આ સ્થળ ને રાવલપિંડી ના નામ થી ઓળખવામાં આવે છે. આજે આ સ્થળ પાકિસ્તાન માં સ્થિત છે અને અહિયાં થી આજે પણ સમય સમય પર તમામ પ્રાચીન અવશેષો પ્રાપ્ત થતા રહેતા હોય છે.