મહાભારતના મહાયુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને સાથીના રૂપે ભાગ લીધો હતો આ વાત તો બધા જાણે છે પણ ખાલી કૃષ્ણ જ નહિ પરંતુ બીજા ઘણા દેવતાઓ એ પણ મહાભારતમાં અલગ અલગ પ્રસંગો પર ભાગ લઈને મહાભારતના મહાયુદ્ધમાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આવો જોઈએ ક્યારે ક્યારે દેવતા એ મહાભારત યુદ્ધની દિશા અને દશા બદલવાનું કામ કર્યું.
જો કે મહાભારતનું યુદ્ધ સામાન્ય મનુષ્યોનું યુદ્ધ ન હતું, આ યુદ્ધમાં દેવતાઓના સંતાનો એ ભાગ લીધો હતો એટલે દેવતાઓને પણ પોતાના બાળકોના પક્ષમાં યુદ્ધ માટે આવવું પડ્યું હતું. સૌથી પહેલું નામ આ ક્રમમાં સૂર્યનું આવે છે કારણ કે એના કારણે લગ્નની પહેલા કુંતી માં બની અને તેથી કુંતીના લગ્ન પહેલા સંતાન થયા. જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે સૂર્ય દેવ કરણની પાસે પ્રકટ થઈને ઇન્દ્રનું છળ સમજાવવા આવ્યા કે ઇન્દ્ર એને કવચ અને કુંડળ માંગવા આવે પણ એને આપતો નહિ. એનાથી તમારા પ્રાણ બચી રહેશે. સૂર્ય પછી મહાભારત યુદ્ધમાં સક્રિય રહેવા વાળા દેવતા છે દેવરાજ ઇન્દ્ર. એનું કારણ એ હતું કે ઇન્દ્રનો પુત્ર હતો અર્જુન. ઇન્દ્ર એ અર્જુનને દેવતાઓના બધા દીવ્યાસ્ત્ર આપ્યા એટલું જ નહિ એનો પુત્ર અર્જુનની રક્ષા માટે એણે કર્ણ પાસેથી એનું સુરક્ષા કવચ પણ દાનમાં માંગી લીધું.
મહાભારતમાં વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ એ આખા યુદ્ધનું સંચાલન કર્યું તો ભગવાન ભોળેનાથ ભલા વિષ્ણુની સહાયતામાં કઈ રીતે પાછળ હટે. શ્રી કૃષ્ણ ના કહેવા પર અર્જુને ભગવાન શિવની તપસ્યા કરી અને કિરાત વેષ માં ભગવાન ભોળેનાથ પ્રકટ થયા અને અર્જુન ને પશુપતાસ્ત્ર ભેટમાં આપ્યું. આ અસ્ત્ર ના કારણે અર્જુન માટે સ્વર્ગના દ્વાર ખોલી નાખ્યા જ્યાંથી અર્જુન બધા દીવ્યાસ્ત્ર મેળવવામાં કામયાબ થયો હતો.
મહાભારત યુદ્ધના અંતમાં બ્રહ્માને પણ પ્રકટ થઈને યુદ્ધની દિશા બદલવી પડી હતી. આ ઘટના ત્યારે થઇ જયારે અશ્વત્થામા અને અર્જુન બંનેએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો એવામાં સૃષ્ટિની રક્ષા માટે બ્રહ્મા એ બ્રહ્માસ્ત્રને પાછુ લેવાનું કહ્યું. અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછુ લઇ લીધું પણ અશ્વત્થા એવું કરી ના શક્યા અને અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત ને એનો નિશાનો બનાવ્યો.