દેવી દેવતા સુધી પહોંચવાનો એક માત્ર માર્ગ છે મંત્ર જાપ, જાણી લો તેના નિયમ અને સાચી વિધિ 

આપણે ધાર્મિક શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે મંત્ર જાપ આપણા આરાધ્ય દેવી દેવતા સુધી પહોંચવા નો એક મનથી માર્ગ છે. મંત્ર નો અર્થ : “मन: तारयति इति मंत्र ”અર્થાત જો ધ્વની અથવા કંપન મન ને તારવા વાળો હોય તે મંત્ર છે..

મંત્ર જાપ કરવાથી એક કંપન ઉત્પન્ન થાય છે જે આપણી પ્રાર્થના ને પ્રભુ ની પાસે લઈ જાય છે. મંત્ર જાપ દ્વારા આધ્યાત્મિક શારીરિક અને માનસિક ત્રણેય સુખો ની પ્રાપ્તિ થાય છે. આપણું મન અને નયન દિવ્ય થાય છે.

આપણા ધર્મ ગ્રંથો, વેદો અને પુરાણો માં બધા દેવી દેવતાઓ ને અલગ અલગ મંત્ર કહેવામાં આવ્યા છે. જેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી એકાગ્રસિત થઈને જાપ કરવાથી દેવી દેવતા ને પ્રસન્ન કરી શકાય છે.

ધ્યાન રાખો મંત્ર ત્યારે જ સિદ્ધ અને અસરદાર થશે જયારે તે સાચી વિધિ અને ઉચિત નિયમ થી જાપ કરી શકાય. મંત્ર જાપ ના ૬ નિયમ અને વિધિ : આ ઉલ્લેખ એ બધા માટે છે જે મંત્ર ની શક્તિ તો જાણો જ છો પરંતુ જયારે વિધિ માં ધ્યાન નથી આપી શકતા.

મંત્ર ને કેવી રીતે સિદ્ધ કરો અને એનો પૂરો લાભ ઉઠાવવા માટે ધ્યાનથી વાંચો મંત્ર થી જોડાયેલા મુખ્ય નિયમ. ૧. મંત્ર જાપ માટે બેસવાનું આસાન :  મંત્ર ને સિદ્ધ કરવા માટે અને એનો પૂરો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા સાચા આસાન ને પસંદ કરો.

આપણા ઋષિ મુની સિદ્ધાસન પર પ્રયોગ કરતા હતા. એની સિવાય પદ્માસન, સુખાસન, વિરાસન અથવા વજ્રાસન પણ કામ માં લેવામાં આવી શકે છે. ૨. સમય ની પસંદગી : મંત્ર સાધના માટે તમે સાચો સમય પસંદ કરો.

જયારે તમે આલસ્ય થી દુર અને વાતાવરણ શાંત હોય. એના માટે બ્રહ્મ મૂહર્ત અર્થાત સૂર્યોદય થી પૂર્વ નો સમય ઉપયુક્ત છે. સંધ્યા ના સમયે પૂજા આરતી પછી પણ જાપ નો સમય સાચો માનવામાં આવ્યો છે.

૩. એકાગ્રસિત ધ્યાન : મંત્ર જાપ કરતા સમયે તમારું ધ્યાન અને મન એકાગ્રસિત હોવું જોઈએ. તમને બિલકુલ પણ બહાર ની દુનિયા માં ધ્યાન દેવું ન જોઈએ. મન બીજી વાતો માં ન લગાવો. જે દેવતા ના તમે મંત્ર ઉચ્ચારણ કરી રહ્યા છો બસ એ રૂપ નું ધ્યાન કરતા રહો.

૪. મંત્ર જાપ દિશા : ધ્યાન રાખો મંત્ર નો જાપ કરતા સમયે તમારું મોઢું પૂર્વ અથવા ઉત્તર દિશા બાજુ હોવું જોઈએ. ૫.માળા અને આસાન નમન : જે આસાન પર તમે બેઠા હોય અને જે માળા થી જાપ કરવા ના છો,

એ બંને ને મસ્તિષ્ક ને લગાવીને નમન કરો. ૬. માળા નું ચયન : તમે જે દેવતા ના મંત્ર ના જાપ કરી રહ્યા છો, એના માટે કહેવાયેલી એ વિશેષ માલ થી જ મંત્ર જાપ કરો. શિવજી માટે રુદ્રાક્ષ ની માળા તો માં દુર્ગા ના રક્ત ચંદન ની માળા કહેવાઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer