ગુજરાતના નવા મુખ્યમંત્રી સહીત બધા મંત્રીઓને બંગલો ફાળવવામાં આવ્યા, જાણો કયા મંત્રીને કેટલા નંબરનો બંગલો મળ્યો..

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ પૂરી થયા બાદ શનિવારે 21 મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.

તો આ મંત્રીઓને આજે બંગલોની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આવેલા મંત્રીઓના નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પરહેલી છે,

જેમ કે જો કોઈ પણ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે તેમનું પદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં તો 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં ખાતે મંત્રીઓ માટેના બંગલા આવેલા છે,

જેમાં કુલ 42 બંગલા છે અને બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પરંતુ નવાઈ ની વાત એ છે કે 13 નંબરનો કોઈ પણ બંગલો નથી, કેમ કે 13 નંબર અનલકી હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, કે જે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરી શકતા નથી.

આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ભાંગી હતી. ગુજરાતના મુખ્યમંત્રીને ફાળવવાયેલ એક નંબરનો બંગલો અપશુકનિયાળ છે

એવું માનવામાં આવતું હોવાથી 2001માં નરેન્દ્ર મોદી cm તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડીને બંગલા નંબર 1ની જગ્યા એ બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું અને ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી લીધી હતી.

જોકે મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયા હતા નહિ તેમ છતાં તેમને એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી. હવે વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં રહેતા હતા છતાં પણ તેમણે સત્તા છોડવી પડી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer