લક્ષ્મી માતાના આ ચમત્કારી મંદિરમાં વર્ષમાં માત્ર ૩ દિવસ જ આવે છે સૂર્યના કિરણો, અહીં કોઈ મનોકામના નથી રહેતી અધુરી..

આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે અને ન્બધા ધર્મોથી જોડાયેલા ધાર્મિક સ્થળ પણ મૌજુદ છે, જ્યાં ભક્તો ની ભીડ જોવા મળે છે. આજે અમે તમને માં લક્ષ્મી ના એક એવા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ભક્તો ની આસ્થા નું મુખ્ય કેન્દ્ર છે.

આ મંદિર માં તહેવાર પર ખુબ જ ભીડ જોવા મળે છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મી નું ધામ, જ્યાં સૂર્ય ના કિરણો વર્ષ માં માત્ર ત્રણ દિવસે આવે છે. માતા ના ચરણો ને સ્પર્શ કરવા અને આ ત્રણ દિવસો માં માતા ના ભક્ત કિરણોત્સવ ના રૂપ માં મનાવે છે.

આ ત્રણ દિવસ હોય છે ૩૧ જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરી અને ૨ ફેબ્રુઆરી. કહેવાય છે જે પણ આ દિવસોમાં માતા ના આ રૂપ ના દર્શન કરી લે છે એની કોઈ પણ મનોકામના ક્યારેય અધુરી રહેતી નથી. પુરાણો પ્રમાણે મહાલક્ષ્મી ની આ જાગ્રત શક્તિપીઠ માં માતા ની આંખો પડી હતી.

કહેવાય છે જે પણ અહિયાં આવીને માતા ના દર્શન તેમજ પૂજા કરે છે, તેને માં મહાલક્ષ્મી શક્તિ અને એશ્વર્ય થી પરિપૂર્ણ કરી દે છે. તથા વ્યક્તિ ના જીવનમાં બધા કામ સફળતા પૂર્વક પુરા કરી દે છે.

ઉજ્જૈન માં છે માતા ગજલક્ષ્મી – જ્યાં કોલ્હાપુર માં સૂર્ય દેવ કરે છે માતા ની ભક્તિ, તો તે ઉજ્જૈન માં માતા લક્ષ્મી ઇન્દ્ર ના વાહન પર સવાર થઈને ભક્તો ને દર્શન આપે છે. ભક્ત એને માં ગજલક્ષ્મી ના નામ પૂજે છે.

કહેવાય છે કે જો માતા ગજલક્ષ્મી ને ખીર નો ભોગ ચઢાવવામાં આવે તો માતા પ્રસન્ન થઈને નવા પરિણીત પતિ ની લાંબી ઉમર નું વરદાન આપી દે છે.  જૈસલમેર માં છે ભગવાન લક્ષ્મીનારાયણ જૈસલમેર માં ભગવાન લક્ષ્મીનારાયણ નું એવું મંદિર છે જ્યાં પેંડા ના ભોગ થી ભગવાન પ્રસન્ન થાય છે.

કહેવાય છે જેને પણ અહિયાં ૫૧ અથવા ૧૦૧ રૂપિયા ના પેંડા ચઢાવી દીધા તો સોના થી ઘર ભરવામાં વાર નથી લાગતી. સૌથી વિશેષ વાત એ છે કે અહિયાં ભગવાન ને માતા લક્ષ્મી ના નામ થી ઓળખવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer