માતા સીતાએ આપેલ શ્રાપ આ લોકો હજુ પણ ભોગવી રહ્યા છે, જાણો વિસ્તારમાં 

પ્રિય વાચકો આજે અમે તમને જણાવીએ કે સીતા માતા એ ચાર લોકો ને કેમ આપ્યો હતો શ્રાપ. ફલ્ગુ નદી, ગાય, તુલસી અને બ્રાહ્મણ ને. અને તે આજે પણ કળિયુગ માં ભોગવી રહ્યા છે શ્રાપ ની સજા. આ કથા ત્યાર ની છે જયારે સીતા રાજા દશરથ ના પિંડદાન માટે બોદ્ધ ગઈ હતી..

એના પછી સીતા એ પિંડદાન ની તૈયારી કરી એ સમયે રાજા દશરથ ની આત્મા એ ખુદ દર્શન આપ્યા. અને કહ્યું કે સીતા મને ભૂખ લાગી છે જલ્દીથી પિંડદાન કરો. પણ સીતા એ એને જવાબ આપ્યો કે અત્યારે રામજી આવશે તો તે પિંડદાન કરશે.

પરંતુ દશરથ માન્યા નહિ. ત્યારે સીતા ખુદ પીંડ લઈને નીકળી પડી નદી ના કિનારે અને ત્યાં બેસીને પિંડદાન કરવા લાગી. એ સમયે એને પિંડદાન કરતા ફાગુન નદી, ગાય, તુલસી અને બ્રાહ્મણ એ જોયું.એના પછી પિંડદાન કરીને કુટીર પાછા ફરી ગયા.

જયારે રામ અને લક્ષ્મણ કુટીર પહોંચ્યા અને એને સીતાજી ને પિંડદાન વિશે પૂછ્યું તો એણે કહ્યું કે મેં રાજા દશરથ ના કહેવા પર પિંડદાન કર્યું છે. પરંતુ રામ અને લક્ષ્મણ ને આ વાત થોડીક અચંભિત કરી દેવા વાળી લાગી અને સીતાજી એ અને લક્ષ્મણ ને સાચું દેખાડવા માટે ત્યાં લઇ ગઈ.

જ્યાં એણે બેસીને પિંડદાન કર્યું હતું. અને ત્યાં એણે તેને ચારેય ને પૂછ્યું તો એણે કહ્યું કે અમે તો સીતા માતા ને પિંડદાન કરતા સમયે જોયા નથી. એ સમયે રાજા દશરથ એ દર્શન આપ્યા અને કહ્યું કે સીતા એ પિંડદાન કરી દીધું છે.

અને સીતા ની વાત સાચી નીકળી. એના પછી સીતા એ ચારેય ને શ્રાપ આપ્યો, પહેલા ફાગુન નદીને કહ્યું કે તમે હંમેશા ધરતી ની નીચે જ રહેશો. એના પછી ગાય ને શ્રાપ આપ્યો કે તમારી બધા ઘર માં પૂજા તો થશે પણ તમને ખોટો ખોરાક જ મળશે.

એના પછી તુલસી ને શ્રાપ આપ્યો જે બોધગયા માં તુલસી નો એક પણ છોડ નહિ હોય. અને બ્રાહ્મણ ને શ્રાપ આપ્યો કે તમે હંમેશા ગરીબ જ રહેશો. અને એના પછી તે પોતાની કુટીર જતા રહ્યા. એને મળેલા આ શ્રાપ આજે પણ જોવા મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer