માતા સીતાએ ક્રોધિત થઇ ને આપ્યો હતો પૃથ્વી પરના આ ચાર જીવો ને શ્રાપ, જે આજે પણ ભોગવી રહ્યા છે.

રામાયણ એ ભારતનું એક મહાકાવ્ય છે. જેની કહાની આપણે દરેક લોકો જાણીએ છીએ. પરંતુ આ જ રામાયણ ની અંદર અમુક એવી નાની નાની કહાનીઓ પણ છુપાયેલી છે કે, ઘણા લોકો આ વાત વિશે જાણતા જ નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રામાયણ ની અંદર આવેલો એવો જ એક પ્રસંગ કે જે લગભગ કોઈ વ્યક્તિ જાણતું નહીં હોય.

જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા વનવાસ ગયા હતા. ત્યારે તેની પાછળ થી તેના પિતા દશરથનું મૃત્યુ થઈ ગયું હતું. અને જ્યારે શ્રી રામ વનવાસ થી પાછા ફર્યા ત્યારે તેણે પોતાના પિતા સાથે ફાલ્ગુ નદીના કિનારે ગયા પોતાના પિતાના અંતિમ તથા પિંડદાન માટે અમુક જરૂરી સામગ્રી લેવા માટે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ નગર તરફ ગયા. પરંતુ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને નગરમાંથી આવતા વાર લાગી જેથી માતાને કહ્યુ કે, પીંડ દાન કરવા માટેનો સમય વીતી રહ્યો છે. જો આ સામગ્રીઓ જલ્દી નહી આવે તો પિંડદાન માટેનો ઉત્તમ સમય જતો રહેશે.

પંડિત ની આ વાત સાંભળીને માતા સીતા ખૂબ જ ચિંતિત થઈ ગયા. અને તેમણે તે જ સમયે ત્યાં આવેલ ફાલ્ગુ નદી એક કાગડો અને પંડિતને સાક્ષી માનીને દશરથ નું પિંડદાન કરી દીધું. જ્યારે ભગવાન શ્રી રામ પાછા આવ્યા ત્યારે માતા સીતા એ ત્યાં બનેલી બધી જ ઘટના ભગવાન શ્રી રામને કહી. જે સાંભળીને ભગવાન શ્રીરામ ખૂબ જ ક્રોધિત થયા. અને તે સમયે ત્યાં આવેલા સાક્ષી તરીકે ના આચાર્ય વ્યક્તિઓને કહ્યું કે, તે જે કંઈ પણ કહી રહી છે તે સાચું કહી રહી છે. પરંતુ માતા સીતાના આ ચારે સાક્ષીઓ ભગવાન શ્રીરામના ક્રોધથી ડરી ગયા. અને તેઓ ભગવાન શ્રી રામની સામે જૂઠ બોલ્યા કે પિંડદાન માં હજી થોડો સમય બાકી છે.

પોતાના ચારે સાક્ષીની આ વાત સાંભળીને માતા સીતાને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. અને તેમણે રાજા દશરથને સાક્ષી તરીકે બોલાવ્યા. અને સ્વર્ગ સિધાવી ગયેલા રાજા દશરથ માતા સીતા સમક્ષ પ્રગટ થઈને તેમણે રામ અને સીતા ને આખી વાત કહી. જેથી ભગવાન શ્રીરામને માતા-પિતાની આ વાત પર ભરોસો આવ્યો.

ત્યારબાદ માતા સીતાએ આ ચારે વ્યક્તિઓ પર ક્રોધાયમાન થઈને તેને શ્રાપ આપ્યો. માતાએ સૌ પ્રથમ પંડિત ને શ્રાપ આપ્યો કે, તમને ગમે તેટલું ધન મળશે તો પણ તે તમને હંમેશા ને માટે થોડું જ લાગશે.
માતા સીતાએ કાગડાને શ્રાપ આપ્યો કે, કાગડો કોઈ દિવસ એકલો તૃપ્ત નહીં થઈ શકે. તે ગમે તેટલું ખાઈ લે તો પણ તે એકલો ખાતો હશે તો ક્યારેય ધરાશે નહીં. અને આથી જ કાગડાઓ હંમેશાં જૂની અંદર જ ખાતા હોય છે.

માતા સીતાએ ફલ્ગુ નદી ને શ્રાપ આપ્યો કે, તે હંમેશને માટે સુકાયેલી જ રહેશે. ભવિષ્યમાં ક્યારેય તે નદીની અંદર નવા પાણીના નીર નહીં આવે. માતા સીતાએ ગાયને પણ શ્રાપ આપ્યો કે, ભલે તું દરેક ઘરમાં પૂજા થી હોય પરંતુ તારે એ જ દરેક ઘરનુ એઠુ ખાવું જોશે. અને આજે પણ માતા સીતાના આ શ્રાપ પૃથ્વી પર આ ચારેચાર જીવ ભોગવી રહ્યા છે જેના સાક્ષી આપણે બધા જ છીએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer