મહાભારતના એવા યોદ્ધાઓ જેમણે પોતાની માતાના ગર્ભથી જન્મ નહોતો લીધો, છતાં મળી હતી વિચિત્ર શક્તિઓ…

મહાભારતમાં એવા ઘણા પાત્રોનું વર્ણન છે જેમને પોતાની માતાના ગર્ભ થી જન્મ નહોતો લીધો. ચાલો જાણીએ કેટલાક એવા જ પાત્રો વિશે. ૧. દ્રોપદી અને દશ્યદયુમ્ન :- દ્રૌપદીને અગ્નીસુતા પણ કહેવામાં આવે છે,

કારણ કે તેમનો જન્મ અગ્નિ માંથી થયો હતો. રાજા દ્રુપદ ને દ્રોણાચાર્ય થી પ્રતિશોધ લેવા માટે એક પુત્રની આવશ્યકતા હતી. જેના માટે તેમણે એક યજ્ઞ કરાવ્યો હતો. અને આ જ યજ્ઞ ની અગ્નિ માંથી  દ્રોપદી અને દશ્યદયુમ્ન નો જન્મ થયો હતો.

૨. કૌરવ :- મહર્ષિ વેદવ્યાસ ના આશીર્વાદ થી ગાંધારી એ પોતાના ગર્ભમાંથી એક માંસલ પીંડ ને જન્મ આપ્યો હતો. આ પિંડના સો ટુકડા કરી મહર્ષિએ ઘી ભરેલા ઘડામાં રાખ્યા હતા અને મંત્રો નું ઉચ્ચારણ કરી તેને અભી મંત્રિત કર્યા હતા.

તેના બે વર્ષ પછી આ મટકા માંથી કૌરવો નો જન્મ થયો હતો.   ૩. કર્ણ :- ઋષિ દ્વારા વરદાન પ્રાપ્ત કાર્ય પછી કુંતીએ સૂર્યદેવનું આહ્વાન કર્યું અને તેનાથી એક ખુબજ પ્રતાપી પુત્ર ની ઈચ્છા દર્શાવી,

ભગવાન સૂર્યના આશીર્વાદથી માતા કુંતીને કર્ણ ની પ્રાપ્તિ થઇ પરંતુ લોક લાજના કારણે તેમણે આ પુત્રને નદી માં પ્રવાહિત કરી દીધો હતો. ૪. પાંડુ અને ધૃતરાષ્ટ્ર :- એ બંને ભલે વિચિત્રવીર્ય ના પુત્ર હતા અને તેમની માતા નું નામ અંબા અને અંબાલિકા હતું.

આ બંને નો જન્મ મહર્ષિ વેદવ્યાસ ની યોગ દ્રષ્ટિ થી સંભવ થયો હતો. આપણને જાની ને નવી લાગે કે આવું શક્ય કેવી રીતે બને પરંતુ પહેલા ના સમયમાં કોઈ પણ ઋષિ મુનીઓ કે દેવતાઓ ના વરદાન દ્વારા પુત્રની પ્રાપ્તિ કરી શકાતી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer