જો તમે મથુરા માં શ્રીકૃષ્ણ ના આ મંદિર નથી જોયા તો તમે કંઈ નથી જોયું.

ભગવાન શ્રી કૃષ્ણ ની જન્મ નગરી મથુરા ની વિશે કહેવામાં આવે છે કે અહિયાં ક્યાંય પણ એક પત્થર ઉછાળો તો તે કોઈ પણ મંદિર માં જ પડે છે. તેથી માથુતા ને મંદિરો ની નગરી પણ કહેવામાં આવે છે. મથુરા માં શ્રી કૃષ્ણ ના અનગણિત મંદિર છે અને દરેક મંદિર નું એમનું એક એતિહાસિક મહત્વ પણ છે. અહિયાં હંમેશા મંદિરો માં શ્રદ્ધાળુઓ ની લાંબી લાઈન લાગી રહે છે.એમાંથી અમુક મંદિર એકદમ ખાસ છે, જો તમે મથુરા માં આ મંદિરો ના દર્શન નથી કર્યા તો તમારે મથુરા જવું વ્યર્થ છે.

કૃષ્ણ જન્મભૂમી મંદિર

શ્રી કૃષ્ણ જન્મભૂમી મંદિર મથુરા નગરી ની વચ્ચે જ સ્થિત છે. અહિયાં ભગવાન કૃષ્ણ નો બાળ ગોપાલ ના રૂપ માં જન્મ થયો હતો. મંદિર ઘણું પ્રાચીન અને ભવ્ય છે. એની સુંદરતા જોતા જ બની છે.

દ્વારકાધીશ નું મંદિર

મથુરા ના રાજા દ્વારકાધીશ નું મંદિર સવારે સાત વાગે ખુલ્લી જાય છે અને સાડા દશ થી અગ્યાર ની વચ્ચે બંધ થઇ જાય છે. આ રીતે સાંજે પણ ચાર વાગે ખુલ્લીને સાત-સાડા સાત વચ્ચે અંતિમ દર્શન થઇ જાય છે. આ મથુરા અને પુરા ભારત માં ઘણું પ્રસિદ્ધ મંદિર છે.

કેશવદેવ મંદિર

શ્રી કૃષ્ણ જન્મસ્થાન ની બાજુ માં બનેલું પ્રાચીન કેશવદેવ મંદિર વિશ્વ પટલ પર ઘણું પ્રસિદ્ધ છે, કહેવામાં આવે છે કે ઔરંગજેબ ના શાશનકાળ દરમિયાન આ મંદિર ને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું, અને એક ઈર્દગાહ બનાવી દીધી હતી. પછી બ્રિટીશ યુગ દરમિયાન બનારસ ના રાજા એ આ મંદિર બનાવ્યું હતું.

બિરલા મંદિર

મથુરા નું બિરલા મંદિર પણ ઘણું પ્રસિદ્ધ છે. મંદિર માં પંચજન્ય શંખ તેમજ સુદર્શન ચક્ર માટે થયા શ્રી કૃષ્ણ ભગવાન, સીતારામ અને લક્ષ્મીનારાયણજી ના દર્શન થાય છે. મંદિર ની દીવાલો પર ચિત્ર અને ઉપદેશો ની રચના શ્રદ્ધાળુઓ ના મન મોહી લે છે.

નિધિવન

મથુરા ની નિધિવન એક એવી જગ્યા છે જેના વિશે માન્યતા છે કે અહિયાં કૃષ્ણ આજે પણ રાસ રમે છે. કૃષ્ણ ના આગમન માટે અહિયાં મંદિર માં વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવે છે. નિધિવન ની આસ પાસ બનેલા ઘરો માં કોઈ બારી નિધિવન ની બાજુ નથી ખુલતી, જે ખુલે છે એને સાંજ ની આરતી ની ઘંટડી વાગતા જ બંધ કરી દેવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer