નમસ્કાર મિત્રો, આપનુ હાર્દિક સ્વાગત છે. મિત્રો પહેલાના સમયમા માણસો કાચો ખોરાક ખાતા હતા પછી જેમ-જેમ આપણે ઈતિહાસ જોઈએ એમ આપણને ખ્યાલ આવે કે, માણસ એ સૌથી પહેલા કાચા માસ નુ સેવન કરતો ત્યાર પછી તેને અગ્નિની શોધ કરી અને ત્યારબાદ ખોરાક પકવતો થયો. ખોરાક પકવવામા પણ વિવિધતા જોવા મળે છે.
પહેલાના સમયમા કાચો જ ખોરાક લેતો, કંદમૂળ ખાતો અને જીવન ગુજારતો. ત્યારબાદ જેમ-જેમ ધાતુઓની શોધ થતી ગઈ તેમ-તેમ તેમા પણ પરિવર્તનો આવતા ગયા છે. પહેલાના સમયમા માણસ તાંબાના વાસણોમા ખોરાક બનાવીને તેનુ સેવન કરતા હતા. પછી ધીમે ધીમે સમય બદલાતો ગયો અને ધીમે ધીમે પિતળ, સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓના વાસણ બનતા ગયા.
હજી પણ આવા વાસણો આપણે જોઈ શકીએ છીએ. એ પૂર્વે માનવી માટીમાથી બનાવેલ વાસણોનો ઉપયોગ કરતો હતો. માટી માથી અનેક નતનવા વાસણો બનાવવામા આવતા હતા. મટુકી, હાંડલી, તાવડી, ગોરા, બરણી વગેરે જેવી ઘણી વસ્તુઓ માટીમાથી બનાવવામા આવતી હતી. હાલના સમયમા પણ તાવડી માટીના ગોરા ઉપલબ્ધ છે. આ માટીના વાસણોમા બનાવેલ ખોરાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
પણ તમને લગભગ એ વાત ની જાણ નહી હોય કે જો તમે માટી મા થી બનાલેવા વાસણો નો વપરાશ કરો છો તો તમને અનેક લાભ મળે છે. તેમા પકાવેલ આહાર ખુબ જ પોષ્ટિક હોવા ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. જો તમારે રોગ મુક્ત અને તંદુરસ્ત રહેવુ હોય તો તમારે ટીન અને સ્ટીલ ના વાસણ ની જગ્યા એ માટીમા થી બનાવવા મા આવેલ વાસણો નો વધારે ઉપયોગ કરવો જોઈએ.
આ વાસણો મા બનાવેલ ખોરાક એ ખુબ જ ફાયદો પહોચાડે છે. કેમ કે માટી ના વાસણો મા જે પણ ભોજન બને છે એ ધીમે ધીમે તૈયાર થાય છે. આપણે એ વાત તો જાણીએ જ છીએ કે ધીમા તાપેબનેલ ભોજન મા પોષક તત્વો એમ ને એમ બન્યા રહે છે. અને આ ભોજન નુ સેવન કરવા થી તમને ખુબ જ તાકત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.
જો તમને પેટ મા ગેસ ની તકલીફ રહેતી હોય તો તમારે તાવડી પર બનેલી રોટલીઓ નુ સેવન કરવુ જોઈએ. આમ કરવા થી તમને ગેસ ની સમસ્યા માથી રાહત મળે છે.જો તમે માટી ના વાસણો મા ખોરાક રાંધતા હોવ તો તમારા ભોજન મા રહેલ તત્વો એ પૂર્ણ રીતે નાશ નથી પામતા અને એમ ને એમ જ બન્યા રહે છે. જેથી માનવશરીર ને જરૂરી એવા તમામ પોષક તત્વો પ્રાપ્ત થઈ જાય છે. આ પોષકતત્વો એ માનવી ને ઘણી જાત ના રોગો થી બચાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.