આ વાતને ઘણા લોકો જાણતા હશે કે મહાભારત પછી મૌસુલનું યુદ્ધ શરુ થયું હતું, આ યુધ્ધમાં કૃષ્ણના મોટાભાગના લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ એક બપોરે ભગવાન કૃષ્ણ એક વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા
ત્યારે એક શિકારીએ તેમના પર ભૂલથી તીર ચલાવ્યું હતું. અને ત્યારબાદ કૃષ્ણે પ્રાણ ત્યાગ કર્યા હતા. જયારે અર્જુનને એ સમાચાર મળ્યા એટલે અર્જુન તરત જ દ્વારકા પહોચી ગયા, ત્યાં જઈને તેમણે જોયું દ્વારકામાં કૃષ્ણની પત્ની સહીત દરેક સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી.
તેને જોઇને અર્જુનનું હૃદય પણ દ્રવિત થઈ ગયું હતું. તે સમયે દ્વારિકામાં પુરુષો માં કોઈ જીવિત વધ્યું હોય તો એ કૃષ્ણ ના પિતા અને કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભ હતા. આ ઘટનાના થોડા સમય પછી કૃષ્ણના પિતા વાસુદેવ પણ મૃત્યુ પામ્યા હતા,
જયારે અર્જુન સમુદ્ર કિનારે જાય છે ત્યારે તેઓ ત્યાં શબ નો ઢગલો જુએ છે. ત્યાર બાદ તેઓ ઘણા દિવસ સુધી તેમના અંતિમ સંસ્કાર કરે છે. ત્યાર બાદ ભગવાન કૃષ્ણ ના અંતિમ સંસ્કાર દરમિયાન કૃષ્ણની ઘણી પત્નીઓ તેની ચિતામાં કુદી ગયી હતી.
ત્યારબાદ બાકી વધેલા દ્વારકાવાસીઓને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કરે છે. જેવા દ્વારકાવસી દ્વારિકાની બહાર જાય છે કે તરત દ્વારકા સમુદ્રમાં વીલીન થઇ જાય છે. તે જોઇને દરેક લોકો અચરજ પામે છે.
મહાભારત જેવા ભયંકર યુધ્ધમાં પોતાની કુશળતાથી દરેક ને અચંબિત કરનાર અર્જુન એ સમયે પોતાની જાતને અસહાય મહેસુસ કરી રહ્યા હતા. અને તેમની બધી જ શકતી લુપ્ત થઇ ગઈ હતી. કારણકે ત્યારે દ્વાપર યુગનો અંત થઇ ગયો હતો.