ગુજરાત રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી પુરવઠાની કુલ ૨૯.૮૦ કરોડની યોજનાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લીલી ઝંડી આપી હતી.
ચોટીલા – દ્વારકા – માંડવી (કચ્છ) – શિહોર અને ગારીયાધાર નગરપાલિકાઓને પાણી વિતરણવ્યવસ્થા, હયાત નેટવર્કમાં સુધારા, ભૂગર્ભ સમ્પ-ઉંચી ટાંકી, નળ કનેક્શન અને પમ્પીંગ મશીનરી સહિતના વિવિધ કામો માટે રકમ આપવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ કામ માત્ર ૧ વર્ષના સમયગાળામાં પુર્ણ કરવાનાં રહેશે.
ગુજરાત રાજ્યના નગરો, ગામો અને શહેરોમાં નાગરિકોને પીવાનું શુધ્ધ અને પુરતું પાણી મળે તે માટે સાથે પાંચ નગરપાલિકાઓમાં રૂપિયા ૨૯.૮૦ કરોડના પાણી પુરવઠાના કામોને મંજુરી આપી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત આ કામો ચાલુ કરવામાં આવ્યા છે. તેમાં ચોટીલા નગરપાલિકામાં ૪.૪૭ કરોડ, દ્વારકામાં ૬.૯૪ કરોડ, કચ્છના માંડવીમાં ૩.૭૪ કરોડ તેમજ ભાવનગરના શિહોરમાં ૫.૯૧ કરોડ અને ગારીયાધારમાં ૮.૭૩ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામો કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ એમ જણાવ્યું છે કે, જે યોજનાઓને તેમણે વહીવટી રીતે મંજુરી આપી છે તેની તાંત્રિક, અન્ય મંજુરી પ્રકીયાઓ ઝડપથી પૂર્ણ કરી આ યોજનાઓના કામો ૧ વર્ષમાં પૂરી કરી પ્રજા માટે કાયમી ધોરણે ચાલુ કરી દેવાની રહેશે.