કૃષ્ણ ના ભક્ત મુસ્લિમ કવિ રસખાન
આવો જાણીએ રસ ના ખાન- રસખાન નું જીવન આજે અમે તમને એક એવા જ સંત ની કથા કહેવા જઈ રહ્યા છે જે મુસલમાન હોવા છતાં પણ કૃષ્ણ ની ભક્તિ માં એવા ડૂબેલા કે ન હિંદુ રહ્યા કે ન મુસલમાન. તે બને ગયા ધર્મ મજહબ થી ઉપર સારા માણસ.
જન્મ અને વાસ્તવિક નામ
રસખાન નો જન્મ ૧૬ મી સદી માં થયો હતો. જન્મ ના સમયે એનું નામ સૈય્યદ ઈબ્રાહીમ હતું. બાળપણ માં જ તે કૃષ્ણ ભક્ત બની ગયા હતા. ગૌસ્વામી વિઠ્ઠલનાથ થી દીક્ષા ગ્રહણ કર્યા પછી રસખાન કૃષ્ણ ની નગરી વ્રજ માં આવ્યા અને એના પ્રેમ માં હંમેશા માટે અહિયાં વસી ગયા. એમણે કૃષ્ણ પ્રેમ માં ઘણા પ્રસિદ્ધ દોહા અને કવિતાઓ લખી છે. એમાંથી એક છે “ માનુષ હોય તો તે રસખાન, બસોં નિત ગોકુલ ગામના ગોવાળ.”
રસખાન નો કૃષ્ણ પ્રેમ
રસખાન ની અનુસાર આ જન્મ કૃષ્ણ ભક્તિ માં વિતાવવો જ સાચું જીવન છે.કૃષ્ણ નું વ્રજ થી મોટું કોઈ તીર્થ નથી. ધન્ય છે તે પશુ અને પત્થર જેને આ ધરતી પર જન્મ લેવા નું સૌભાગ્ય મળ્યું. એમણે આ ધરા પર અંતિમ શ્વાસ લઈને સમાધિ લઇ લીધી. ગોકુલ, વૃંદાવન અને મથુરા માં આજે પણ રસખાન નું નામ ભગવાન કૃષ્ણ ના સૌથી મોટા ભક્તો માં લેવામાં આવે છે.
રસખાન ની પ્રસિદ્ધ રચના
માનુષ હો તો વહી રસખાન, બસો નિત ગોકુલ ગાવ કે ગ્વારણ.
જો પસુ હો તો કહા બસુ મેરૌં, ચરૌ નિત નંદ કી ધેનું મઝારન||
પાહન હો તો વહી ગિરી કૌ જુધર્યો કર છત્ર પુરંદર કારન.|
જો ખગ હો તો બસેરૌ નિત, કાલિંદી-ફૂલ કદંબ ની ડારન||
રસખાન ના દોહા
रेम प्रेम सब कोउ कहत, प्रेम न जानत कोइ।
जो जन जानै
प्रेम तो, मरै जगत क्यों रोइ॥
कमल तंतु सो छीन
अरु, कठिन खड़ग की धार।
अति सूधो टढ़ौ
बहुरि, प्रेमपंथ अनिवार॥
काम क्रोध मद मोह भय, लोभ द्रोह मात्सर्य।
इन सबहीं ते
प्रेम है, परे कहत मुनिवर्य॥
बिन गुन जोबन रूप धन, बिन स्वारथ हित जानि।
सुद्ध कामना ते
रहित, प्रेम सकल रसखानि॥
हरि के सब आधीन पै, हरी प्रेम आधीन।
याही ते हरि आपु
ही, याहि बड़प्पन दीन॥