અભિનેતા ઘનશ્યામ નાયક, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકાની ભૂમિકા માટે જાણીતા હતા, રવિવારે 77 વર્ષની વયે નિધન પામ્યા હતા. અહેવાલો મુજબ, વરિષ્ઠ અભિનેતાનું કેન્સર હોવાનું નિદાન થયા બાદ ગયા વર્ષે સર્જરી કરવામાં આવી હતી.
તેમની કારકિર્દી દરમિયાન, નાયકે આશરે 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં કામ સાથે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન બતાવવામાં આવી છે.
આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત છે. પરંતુ સવાલ એ છે કે આ શૉમાં નટુકાકાની ભૂમિકા હવે કોણ ભજવશે, ગડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાઘાની સાથે કોણ કામ કરશે. આ બધા સવાલોનો જવાબ મળવો મુશ્કેલ છે. પરંતુ આ કેરેક્ટરને લઇને કેટલીક વાતો સામે આવી રહી છે.
77 વર્ષીય નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની જગ્યાએ ગડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાવરી, બાઘાનો સાથ આપી શકે છે, એટલે જેમ નટુકાકા બાઘાની સાથે હતા, તેવી જ રીતે હવે શૉમાં બાવરી નિયમિત રીતે કેરેક્ટર નિભાવી શકે છે. આનાથી નટુકાકાની જગ્યા પણ ભરાઇ જશે અને બાઘાને સાથી પણ મળી જશે.
શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતુ કે, શૉમાં નટુકાકાનુ પાત્ર ઘનશ્યામ નાયકે અમર બનાવી દીધુ છે, તેથી દર્શકોને નટુકાકાં તરીકે બીજા એક્ટરને સ્વીકારવો એ કઠીન બનશે. રિપોર્ટ છે કે, નટુકાકાની જગ્યાએ શૉમાં એટલે કે ગડા ઇલેક્ટ્રૉનિક્સમાં અન્ય કેરેક્ટરને લાવવામાં નહીં આવે.
નટુકાકાનુ કામ બાવરી કરશે, બાવરી શિક્ષિત પણ છે અને એકાઉન્ટન્ટનુ કામ પણ કરી શકશે. આ ઉપરાંત બાઘા અને બાવરીની જોડી કેટલીય મજેદાર પરિસ્થિતિઓ પેદા કરશે અને જેઠાલાલને પરેશાન કરશે આમ તેમ શૉની લોકપ્રિયતા વધશે.