તારક મહેતા સીરીયલના નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન, એક વર્ષથી કેન્સરગ્રસ્ત હતા…

લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ દર્શકોને ઘણું મનોરંજન આપ્યું. શોના તમામ પાત્રો પોતાની રીતે ઉત્તમ છે. આ જ શોમાં નટ્ટુ કાકાનું રમુજી પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયક આ દિવસોમાં કેન્સર સામે લડી રહ્યા હતા.

77 વર્ષની ઉંમરે પણ ઘનશ્યામ નાયક દર્શકોને ઘણું મનોરંજન આપતાં હતા. થોડા દિવસો પહેલા, તેણે તેના શરીર અને ગરદન પર કેટલાક ફોલ્લીઓ થઈ હતી. જે બાદ તેને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તેને કેન્સર છે. જાણકારી મળતા જ લોકો તેની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

પરંતુ હાલમાં આજે મળી રહેલા સમાચાર મુજબ ૭૭ વર્ષની ઉંમરે કેન્સર સામે લડાઈ કરતા નટુકાકાએ દુનિયાને વિદાય આપી હતી. તેમના પુત્ર વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરાયું હતું.

ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી રહી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો સ્કેન પણ કરાવવામાં આવ્યો હતો.

આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ જોવા મળ્યા હતા.

આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટરની ટીમે જણાવ્યું હતું. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે રોજ નસ પકડવી સહેલી નહોતી,

આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું પણ સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી કરાવી લીધી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન સીધા ત્યાં જ આપી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer