મે ના છેલ્લા અઠવાડિયામાં સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે અંતર ઓછુ થઇ જાય છે અને એનાથી તડકો વધારે તેજ થઇ જાય છે. રોહિણી નક્ષત્ર થી નૌતપા પણ શરુ થઇ જશે. રોહિણી નક્ષત્ર ૨૫ મેં થી શરુ થઇ ગયું છે અને આ વખતે ૮ જૂન સુધી રહેશે. રોહિણી નક્ષત્ર જયારે લાગે છે તો સુરજ ના તેવર પ્રચંડ રહે છે અને ધરતી નું તાપમાન તેજી થી વધવા લાગે છે.
નૌતપા આ વર્ષે ૨૫ મે ના સવારે ૧૦:૩૩ વાગે સૂર્ય ને રોહિણી નક્ષત્ર ના પ્રવેશ કરવાની સાથે શરુ થઇ ગયું છે અને ૮ જુન ને નવતપા નો છેલ્લો દિવસ હશે. આ દરમિયાન સૂર્ય, મંગલ, બુધ, ને શનિ થી સમસપ્તક યોગ હોવાથી પણ ધરતી ના તાપમાન ફેરફાર થાય છે.
વર્ષ માં એક વાર રોહિણી નક્ષત્ર ની દ્રષ્ટિ સૂર્ય પર પડે છે. આ નક્ષત્ર ૧૫ દિવસ રહે છે પરંતુ શરૂઆત ની પહેલા ચંદ્રમાં જે ૯ નક્ષત્રો પર રહે છે. તે દિવસ નૌતપા કહેવાય છે. એનું કારણ આ દિવસો માં ગરમી વધારે રહે છે. મેં ના છેલ્લા અઠવાડિયામાં સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે અંતર ઓછુ થઇ જાય છે અને એનાથી તડકો વધારે તેજ થઇ જાય છે.
જેઠ મહિનામાં સૂર્ય ને વૃષ રાશિ ના ૧૦ અંશ થી ૨૩ અંશ ૪૦ કળા સુધી નૌતપા કહેવાય છે. આ દરમિયાન તેજ ગરમી રહેવા પર વરસાદ ના સારા યોગ અને ઓછા તપન પર વરસાદ માં અછત દર્શાવે છે. નૌતપા વિશે કહેવાય છે કે જેઠ શુક્લ પક્ષ માં આદ્રા નક્ષત્ર થી લઈને દશ નક્ષત્રો સુધી જો વરસાદ હોય તો વર્ષા ઋતુ માં આ દશેય નક્ષત્રો માં વરસાદ થતો નથી, જો આ જ નક્ષત્રો માં વધારે ગરમી પડે તો વરસાદ સારો થાય છે.
સૂર્ય પર રોહિણી નક્ષત્ર ની અસર
સૂર્ય તેજ અને પ્રતાપ નું પ્રતિક છે જયારે ચંદ્રમાં શીતળતા નું. રોહિણી નક્ષત્ર નું મુખ્ય રૂપ થી અધિપતિ ગ્રહ ચંદ્રમાં જ છે. તો સૂર્ય જયારે ચંદ્રમાં ને રોહિણી નક્ષત્ર માં પ્રવેશ કરે છે તો સૂર્ય આ નક્ષત્ર ને એમના પ્રભાવ માં લઇ લે છે. એનાથી રોહિણી નક્ષત્ર નું તાપમાન ખુબ વધારે વધી જાય છે. સૂર્ય ને આ નક્ષત્ર માં આવવાથી તાપમાન વધી જાય છે અને આ કારણે ધરતી પર આંધી, વાવાઝોડું આવવાની સંભાવના વધી જાય છે.