કોરોનાના કારણે નવરાત્રીના આછા એંધાણ, છતાં તૈયારીઓ શરૂ, જ્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત અન્ય દેશોમાં ચણિયા ચોળી ની માંગ વધુ…

હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર આથમતા રાજ્ય સરકારે વિવિધ વેપાર ધંધા ચાલુ કરવાની આપી દીધી છે તો સાથે જ હવે સમગ્ર ગુજરાતની જનતા નવરાત્રી સામે મીટ માંડીને બેઠી છે.

પરંતુ સરકાર તરફથી નવરાત્રી બાબતે કોઈપણ સૂચના ન હોવાથી વેપાર-ધંધા વાળા લોકો માત્ર ૩૦થી ૪૦ ટકા જ માલ રાખીને બેઠા છે. કેટલાક વેપારીઓ એમ જણાવ્યું હતું કે ગુજરાત બહાર એટલે કે વિદેશમાં નવરાત્રી ની છૂટ હોવાથી ત્યાંથી માલના ઓર્ડર મળી રહ્યા છે.

આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, દુબઈ, કુવૈત, સિંગાપુર સહિતના દેશોમાં માલ મોકલવાનું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે કોરોના ને કારણે છેલ્લા બે વર્ષમાં સાત થી નવ હજાર કરોડનું નુકસાન થયું છે.

સ્થાનિક સ્તરે માત્ર 20-30% વેપાર છે. હજુ નવરાત્રિના આયોજનને લઇને કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ ગણેશ ઉત્સવના આયોજન માટે અપાયેલી પરવાનગીને જોતાં મર્યાદા સાથે ઉજવણીની પરવાનગી મળે એવી આશા જાગી છે. આમ છતાં વેપારીઓ ઓર્ડર આપતાં ખચકાય છે.

ગુજરાતમાં અફઘાનિસ્તાનથી પણ ટ્રેડિશનલ જ્વેલરી આવતી હોય છે. ઘણું સિલ્ક કાપડ પણ આવતું હોય છે પરંતુ હાલમાં તેની સ્થિતિ જોઇને નથી લાગતું કે ત્યાંથી કોઈ પણ પ્રકારની માલની આયાત થઈ શકે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer