રાત્રી કર્ફ્યુ દરમ્યાન લગ્ન પતાવીને ઘરે જઈ રહેલા નવદંપતી સહિત પરિવારજનોની અટકાયત, દુલ્હા દુલ્હનને પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી…

વધી રહેલા કોરોના કહેર ની વચ્ચે વલસાડ શહેરમાં પોલીસે રાત્રી કર્ફ્યુ ની કાર્યવાહી કડક બનાવી છે. કડક કર્ફ્યુનો એક અનુભવ વલસાડમાં નવદંપતીને થયો. વલસાડ શહેરની બહાર લગ્ન પ્રસંગ પતાવી ને રાત્રે કર્ફ્યું સમયે શહેરમાં પ્રવેશેલા નવ દંપતી અને તેના પરિવારજનોને પોલીસે અટકાયત કરી હતી.

દુલ્હા – દુલ્હન ને લગ્નની પ્રથમ રાત્રી પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. આ પ્રકારની કડક કાર્યવાહીનો ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો-: આ પ્રકારની કડક કાર્યવાહીનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે. જય લગ્ન પ્રસંગ ની ગાઇડ લાઇસન્સનો ભંગ થાય ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે.

એમાં નવ દંપતી સામે માનવતાના ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પણ , ગુજરાતમાં આ પ્રથમ ઘટના એવી બની છે. જેમાં વડતાલ પોલીસે કર્ફ્યુ ભંગના મુદ્દે નવદંપતીની પણ અટકાયત કરી અને આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થઈ હતી.

દુલ્હા – દુલ્હન ને લગ્નની પ્રથમ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી – વલસાડ શહેરમાં લગ્ન પતાવીને પરત ફરી રહેલા નવદંપતીને લગ્નની પ્રથમ રાત્રિ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. નવ દંપતી સાથે અન્ય પરિવારજનોને પણ અટકાયત કરવામાં આવી હતી. એ બધાને સવારે જામીન પર છોડવામાં આવ્યા હતા.

પોલીસ પર થયો ગેરવર્તનનો આક્ષેપ-: લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં પસાર કરનાર પિયુષ પટેલે પોલીસ ઉપર ગેરવર્તન કર્યું હોવાનો આરોપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારે થોડું મોડું થઈ જતાં અમે માફી માંગી હતી. અમારા પરિવારજનોએ જણાવ્યું હતું કે કરફયુ ભંગની કાર્યવાહી અમારી સામે કરો પરંતુ નવદંપતીને ઘરે જવા દો. પણ પોલીસે એમની વાત માની નહીં, અને અમારી સાથે ગેરવર્તન કર્યું.

જ્યારે નેતાઓ covid guidelines ના ધજાગરા ઉડાવતા હોય છે, કાયદાનો ભંગ કરતા હોય છે ત્યારે આ જ પોલીસ આંખ આડા કાન કરે છે. જ્યારે સામાન્ય લોકોને કાયદાની કડક કાર્યવાહી ના નામે હેરાનગતિ કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer