નીતિ આયોગના મતે કોરોનાની ભયંકર મહામારીને હરાવવા માટે હજુ આગામી વર્ષ સુધી પહેરવું પડશે માસ્ક અને આ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે….

કોરોનાએ દરેકનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. કોરોના માં સેફ્ટી જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ અનુસરવું આ બધું આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. લોકો કોરોનાની રસી મેળવીને પોતાનું રક્ષણ કરી રહ્યા છે,

પરંતુ સાથે સાથે તેઓ એ સવાલ પણ પૂછી રહ્યા છે કે માસ્ક પહેરવાથી તેઓને ક્યારે રજા આપવામાં આવશે. લોકો જાણવા માગે છે કે તેઓ માસ્ક વગર ક્યારે ફરવા માટે સક્ષમ હશે. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે આ સવાલનો જવાબ આપ્યો છે.

તેમના મતે, આપણે આવતા વર્ષ સુધી આ રીતે માસ્ક પહેરવા પડશે. વીકે પોલના જણાવ્યા મુજબ, કોરોનાને હરાવવા માટે રસી, દવા અને કોરોના માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. જો કોરોનાને હરાવવો હોય તો આ બધી બાબતોને એકસાથે અનુસરવી પડશે, તેથી આવતા વર્ષે ભારતમાં પણ લોકોએ માસ્ક પહેરવા પડશે.

પોલે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે અને કહ્યું છે કે ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી, આગળનો સમય જોખમી છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૉલે જણાવ્યું હતું કે, આગામી વર્ષે પણ ભારતમાં લોકોએ માસ્ક પહેરીને જ રહેવું પડશે.

ભારતમાં હજુ ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી અને આગામી સમય જોખમી છે. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઈમ્યુનિટી બની શકે છે. આપણે મહામારીથી બચવા માટે ખુદને તૈયાર કરવા પડશે અને મને લાગે છે કે આપણે એક સાથે આવીશું તો શક્ય બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે પરંતુ હાલ દેશમાં કોરોનાના કેસ ઘટતા હવે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જો કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવે છે.

બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં બેડ તથા ઓક્સિજન સહિતની મેડિકલ સુવિધાનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આગામી ડિસેમ્બર પહેલા દેશના તમામ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer