ગુજરાતના મહાનગરોમાં નોનવેજ ઝુંબેશ કોના કહેવા પર થઇ શરુ? ખુદ મુખ્યમંત્રીને કહેવી પડી આ વાત…

ગુજરાતમાં છેલ્લા ચાર- પાંચ વિવિધ મહાનગરપાલિકા દ્વારા શહેરોમાંથી ઈંડાં-મટનની લારીઓ હટાવવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશ બાદ ભાજપના નેતાઓને વાંધો પડ્યો હતો. ખુદ મુખ્યમંત્રીએ આડકતરી રીતે રોક લગાવવાના આદેશો પણ કર્યા છે.

ત્યારે ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, મહાપાલિકાના અધિકારીઓમાં સરકારને પૂછ્યા વિના શરૂ કરવાની હિંમત આવી કેવી રીતે? આની પાછળનું કારણ શું હતું? નોનવેજ-ઈંડાં લારી હટાવવાનો આદેશ કોનો હતો તે પણ પ્રશ્ન છે?

ભાજપમાં જોરદાર ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે, મહાનગરપાલિકાના માર્ગો પરના દબાણો હટાવવા એ મહાનગરપાલિકા અને અન્ય સત્તાવાળાઓની પ્રાથમિક ફરજ હોય તેમની તે હેઠળ આ કામગીરી થઈ શકે છે, પરંતુ ફકત નોનવેજની લારીઓને જ ટાર્ગેટ કરીને જે કામગીરી થય રહી છે.,

ગાંધીનગરથી આવા પ્રકારના આદેશ નથી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે, ભાજપનો આ નિર્ણય નથી તો પછી મહાનગરપાલિકાના હોદ્દેદારોએ કોના પાસેથી આની મંજુરી લીધી? મહાનગરપાલિકાના અધિકારીઓની આ નોનવેજની ઝુંબેશનું એક બાજુ રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વખાણ કર્યા હતા .

સાથે સાથે અમદાવાદ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકામાં આ નિર્ણય ભાજપના મોટા નેતાઓએ લીધો હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું હતું . તો બીજી બાજુ મુખ્યમંત્રીએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી સાથે આડકતરો ઇશારો કરી આવી ઝુંબેશ બંધ કરવાના આદેશો આપ્યા હતા.

ભુપેન્દ્ર પટેલે સોમવારે આણંદમાં મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય એની સામે અમારે લેવાદેવા નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ જરૂરિયાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની પણ કોઇ વાત આવતી નથી.’

Leave a reply:

Your email address will not be published.

Site Footer