સનાતન હિંદુ ધર્મ માં દેવ ઉપાસના, શસ્ત્ર વચન, માંગલિક કર્યો, ગ્રંથ પાઠ, કે ભજન-કીર્તન દરમ્યાન ॐ નું ઉચ્ચારણ કરવું જરૂરી બને છે. તેનું ઉચ્ચારણ ઘણી વાર કરવામાં આવે છે. ॐ ની ધ્વની ત્રણ અક્ષરો થી બની છે.
અ,ઉ,અને મ. આ મૂળ ધ્વનીઓ છે જે આપની ચારો તરફ બધા સમયે ઉચ્ચારિત થતી રહે છે. ॐ ને અનહદ નાદ પણ કહેવામાં આવે છે. અને તેને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવ નામ થી જોડેલા ખુબ જ ઊંડા અર્થ છે,
જે અલગ-અલગ પુરાણો માં અલગ-અલગ રીતે બતાવામાં આવ્યા છે. અહી અમે જણાવશું શિવ પુરાણ માં બતાવામાં આવેલા ॐ ના પ્રણવ નામ થી જોડાએલા અર્થો. શિવ પુરાણમાં પ્રણવ ના અલગ-અલગ શાબ્દિક અર્થ અને ભાવ બતાવામાં આવ્યા છે.
‘પ્ર’ એટલે પ્રપંચ, ‘ણ’ એટલે કે નહિ, અને ‘વ’ એટલે તમે બધા લોકો માટે. સાર એજ છે કે પ્રણવ મંત્ર શારીરિક જીવન મા પ્રપંચ એટલે કે ઝગડાઓ અને દુઃખો ને દુર કરી જીવન ના મુખ્ય લક્ષ્ય મોક્ષ સુધી પહોચાડવાનો છે.
એ જ કારણ છે કે ॐ ને પ્રણવ નામ થી ઓળખવામાં આવે છે. બીજા અર્થ માં ‘પ્ર’ એટલે પ્રકૃતિ થી બનેલા સંસાર રૂપી સાગર ને પાર કરવા વળી, ‘ણ’ એટલે કે હોડી બતાવામાં આવી છે. એવીજ રીતે ઋષિમુનીઓ ની દ્રષ્ટીએ ‘પ્ર’ એટલે કે પ્રકર્ષણ, ‘ણ’ એટલે નયેત અને ‘વ’ એટલે ‘युष्मान् मोक्षम् इति वा प्रणव:’ કહેવામાં આવ્યું છે.
જેનો સરળ શબ્દો માં તેનો અર્થ છે કે બધા ભક્તો ને શક્તિ આપી જન્મ-મરણ ના બંધન ને મુક્ત કરવા વાળો આ પ્રણવ છે. ધર્મ શાસ્ત્રો અનુસાર મૂળ મંત્ર અથવા જપ તો માત્ર ॐ જ છે. ઓમ ની આગળ કે પાછળ લખેલા શબ્દો ગૌણ હોય છે. ॐ જ મહામંત્ર અને જપ યોગ્ય છે.