ટીઆરપી લિસ્ટમાં નંબર વન શો ‘અનુપમા’નો રવિવારનો એપિસોડ એક કૌભાંડની શરૂઆત કરશે જે કાપડિયા અને શાહ પરિવારને હચમચાવી નાખશે. આટલા પ્રયત્નો પછી અનુપમા અને અનુજે બધું ઠીક કરી દીધું હતું.વનરાજ શાહ પણ લગ્ન માટે રાજી થઈ ગયા હતા અને બધા સાથે મળીને આ લગ્નની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ પાખી મહેતાની અકડ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
પાખી એ પૈસા અને ઝગમગાટ માટે પાગલ થઈ રહી છે જેના પર તેનો ખરેખર કોઈ અધિકાર નથી.તેં તેના લગ્નના સંગીત વખતે તે અચાનક ગુસ્સે થઈ જાય છેં કારણ કે તેને દેવિકા દ્વારા કરવામાં આવેલ ડેકોરેશન પસંદ આવતું નથી તેને હજુ પણ લાગે છે કે દેવિકાએ ડેકોરેશનમાં ખર્ચ બચાવવાનો પ્રયાસ કર્યો છે. અધિક તેને સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે કોઈ પણ વાતે સંમત થતી નથી.
સંગીત સેરેમની દરમિયાન ફેમિલી ફોટો તૂટી પડવો એ ખૂબ જ ખરાબ શુકન હતું, જેના પર માત્ર અનુપમાએ જ ધ્યાન આપ્યું હતું. આ પછી, તેની અસર લગ્નમાં પણ જોવા મળી જ્યારે પાખીએ તેના મામા અને નાનીનું અપમાન કર્યું.
જ્યારે પાખી બરખાના મિત્રો સાથે વાત કરી રહી હતી ત્યારે અનુપમાની માતા અને ભાઈ તેને મળવા આવ્યા હતા. પરંતુ પાખીએ તેઓને આંખ કાઢીને તેમને ઇગ્નોર કર્યા હતા.તે બન્ને પોતાની વાત પૂર્ણ કરે તેપહેલા જ પાખીએ તેમને જમવા જવાના બહાને ત્યાંથી મોકલી દીઘા હતા..
અનુપમા આ બધી વસ્તુઓ જોઈ જાય છે અને બધાની વચ્ચે જઈને કહે છે કે આ પાખી ના મામા અને નાની હતા. જે બાદ આખી ગુસ્સે ભરાઈ જાય છે અને અનુપમા ની પાછળ જાય છે. તે અનુપમાને આવું કહેવા ઉપર ખૂબ જ લડે છે અને કહે છે કે મામા અને નાની એ ખૂબ જ લો પ્રકારના કપડાં પહેર્યા હતા
તેઓએ ઢંગના કપડા પહેરીને આવવા જોઈતા હતા. અત્યારે અનુપમા તેને તેની ભૂલ સમજાવે છે અને કહે છે કે લોકોની ઈજ્જત તો પ્રેમ અને સબંધથી હોય છેં ન કે કપડાં થી!! આટલું સમજાવ્યા બાદ પણ પાખી તેની બત્મીઝી ચાલુ જ રાખે છે.