જાણો ઈન્દોરના પંચકુઈયા હનુમાન મંદિરમાં પોપટો વિશે

ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો અનાજ વિખેરેલુ જોયુ છે ? શુ તમે કદી તે અનાજ ચણતા હજારો પોપટો જોયા છે ?

હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. ‘પંચકૂઈયા હનુમાન મંદિર’ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે. આ પોપટોની ઈશ્વર ભક્તિ પણ જોવા લાયક છે. અનાજનો દાણો ચણતા પહેલા આ પોપટો હનુમાનજીની મૂર્તિ તરફ મોઢુ કરીને પ્રણામ કરે છે, પછી પશ્ચિમ દિશાની તરફ મોઢુ રાખીને પોતાનુ ભોજન કરે છે. 

આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં આવે છે. દરરોજ અહી દાણા નાખનારા રમેશ અગ્રવાલના મુજબ દરરોજ સવારે 5.30 થી 6 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ પોપટો માટે અગાશી પર અનાજ નાખવામાં આવે છે. જેને તેઓ 1 થી સવા કલાકમાં ખાઈ લે છે. તેમની સંખ્યા મુજબ અનાજનુ પ્રમાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે. 

આને એક અજોડ સંજોગ જ કહીશુ કે જે રીતે ઈશ્વરન ભંડારામાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તે જ રીતે પંચકુઈયાઁ હનુમાન મંદિરમાં પણ હજારોની સંખ્યામાં પોપટ ઈશ્વરને નમન કરતા કેટલીય પંગતોમાં પોતાનુ ભોજન ગ્રહણ કરે છે. તમને પોપટોની ઈશ્વર ભક્તિ વાળી આ વાર્તા કેવી લાગી તે અમને જરૂર જણાવશો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer