જાણો પંચમુખી હનુમાન રૂપની મહિમા…

હનુમાન ને પંચમુખી ધારણ કરવાની કથા

રામાયણ માં પ્રસંગ ની અનુસાર એક વાર એમની માયા થી રાવણ પુત્ર અહિરાવણ એ રામ લક્ષ્મણ ને અપહરણ કરી લીધા હતા. તે એ બંને ને પાતાળ લોક લઇ ગયો. જયારે સંકટ મોચન હનુમાન ને આ ખબર પડી તો તે પણ ત્યાં પહોંચી ગયા.

દ્વાર પર એનું અને એના પુત્ર મકરધ્વજ સાથે યુદ્ધ થયું. એમણે એ યુદ્ધ માં હરાવી દીધા. અંદર જવા પર એમણે જોયું કે અહિરાવણ એમની કુળમાતા ની આગળ રામ અને લક્ષ્મણ ની બલી આપવાના હતા. પાંચ દિશાઓ માં પાંચ દીપક પ્રગટી રહ્યા હતા. જો આ એક સાથે ઓલવાઈ જાય ત્યારે અહિરાવણ કમજોર થઇ શકતો હતો. ત્યારે મહાબલી હનુમાન એ પંચરૂપ ધારણ કર્યું. હનુમાનના આ પંચરૂપ ના દરેક મુખ એ દરેક દિશા માં એક સાથે દીપક ઓલવી નાખ્યા. ત્યારે અહિરાવણ કમજોર થઇ ગયો અને હનુમાન એ એનું વધ કરી દીધું.

પંચમુખી રૂપ ની શક્તિ

પાંચ મુખ થી શોભિત શ્રી હનુમાન જી ના રૂપ ને પંચ મુખી હનુમાન કહે છે. આ પંચ મુખ પાંચ દિશાઓ બાજુ રૂપ ને જણાવે છે. આ પાંચ મુખ નરસિંહ રૂપ, ગરુડ રૂપ, અશ્વ રૂપ, વાનર રૂપ છે જેમાં ત્રણ રૂપ ભગવાન વિષ્ણુ ના રૂપ છે અને અન્ય વાનર અને અશ્વ ના.

૧: નરસિંહ રૂપ :

આ રૂપ દક્ષીણ દિશાની બાજુ છે, પંચમુખી હનુમાનનું દક્ષીણ દિશાનું મુખ ભગવાન નૃસિંહ નું છે. આ રૂપ ની ભક્તિથી બધી ચિંતા, પરેશાની અને દર દુર થઇ જાય છે.

૨- ગરુડ રૂપ :

પશ્ચિમી મુખ વાળું છે, જેના દર્શન થી સંકટ અને પરેશાનીઓ દુર થાય છે.

૩-અશ્વ રૂપ :

પંચમુખી હનુમાન નું પાંચમું મુખ આકાશ ની બાજુ દ્રષ્ટિ વાળું હોય છે. આ રૂપ અશ્વ એટલે કે ઘોડા ની સમાન હોય છે.શ્રી હનુમાન નું આ કરુણામય રૂપ હોય છે, જે દરેક મુસીબત માં રક્ષા કરવા વાળું માનવામાં આવે છે.

૪- વાનર રૂપ :

પૂર્વ દિશા ની બાજુ છે જે ખુબ તેજસ્વી છે અને એની પૂજા અને દર્શન થી શત્રુ પરાજિત થાય છે.

૫- વરાહ રૂપ :

ઉત્તર દિશા નું મુખ છે, જેની સેવા પૂજન થી એશ્વર્ય, યશ, દીર્ઘ આયુ તેમજ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

તેથી બધા રૂપ સુખો આપવા વાળા છે અને પંચમુખી હનુમાનજી ની પૂજાથી બધા પ્રકારના આર્થિક માનસિક સુખ પ્રાપ્ત થાય છે. આ રૂપો ની પૂજા અર્ચના માટે તમે પંચમુખી હનુમાન મંત્ર નો જાપ કરીને બધા કામ ને સિદ્ધ કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer